Daily Archives: માર્ચ 30, 2011

વાત છે ભોપા અને ભદાની

વાત છે ભોપા અને ભદાની .બેય લંગોટીયા મિત્રો છે.આજે ભોપો અને ભદો પંદરેક વરાહના થઈ ગયા છે છતા બન્ને ગપ્પોડી ભેગા થાઈ ભારત અને હિન્દુસ્તાનને અલગ કરી દે.આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચ છે.બેયની સ્કૂલ સવારની એટલે મેચ જોવા મળશે પણ ટ્યુશનમાં સાહેબે જ રજા જાહેર કરી દિધી તેથી નવરા બેઠા વાતો કરતા હતા.

ભોપો:એલા અય ભદયા ! આયજે મેચ સે નૈ ?
ભદો: હા એલા ! મારા બાપુય આજે બે વાગે ઘરે આવતા રેવાના સે
ભોપો: પણ મારા બાપુ નથી આવવાના ભદયા.
ભદો: કેમ ભોપ્લા ?
ભોપો: ઈ મારા બાપુ ખેતરમાં સક્કર ટેટી વાવે સે.
ભદો: તૈ ઠિક લ્યો ! પણ ,ભોપ્લા ભારત જીતશે કે પાકિસ્તાન ?
ભોપો: લગભગ વરસાદ જીતશે
ભદો: એલા અય ! પણ આ હમાચારમાં તો ઈમ કે સે કે મોહાલીનું વાતાવરણ એકદમ સાફ સે !
ભોપો: ઈ હમાચાર વાળાને કાઈ કામધંધો નથી.એક અઠવાડીયાથી મંડી પડ્યા સે.ઓલો ફલાણુ ,ઓલો ઢિકણુ.
ભદો: હાવ હાચી વાત ! ભોપ્લા હમણાના હમાચાર જોયા તે ?
ભોપો: ના રે ના ! હુ ડખો થ્યો પાસો ?
ભદો: કાઈ નૈ ! ઓલી ICC ની વકિલ બેહેને આપણ ભારતા ધ્વજ ઉપર પગ મૂકી દીધો અને હમાચાર વાળાએ ઈ જોઈને સળી ફૂકી.ઈ કયુનો ગાંગરતો’તો ને ભાંભરતો’તો કે “ઓલીએ ઝંડા ઉઅપર પગ મૂક્યો ,માફી માંગો માફી માંગો”
ભોપો: એલા ભદયા , ઈ હમાચાર વાળો ઊભો ઊભો હું ભેહ દો તો’તો ! ઈ હમાચાર વાળાની જગ્યાએ હું હોતને તો ઈ ચંડાળને ધૂમ્બા ભેગી પાડી દેત.
ભદો: રેવા દે રેવા દે ભોપ્લા ,વાતુ કરવી હેલી સે ,એની હામે ખોખારો ખા તો ખબરુ સે !
ભોપો: એલા હાચુ કવ સુ ,હું હોત તો ધોકાવી નાખેત
ભદો: એલા પણ આ હમાચાર વાળાએ તો આડો આંક વાળ્યો સે હવે.
ભોપો: પણ તને કોણ ક્યે સે કે તું એમના હમાચાર જો ?
ભદો: પણ બધી ચેનલુમાં ઈ જ આવે તો હું જોવ ?
ભોપો:પણ ટોમ એન્ડ જેરિ જોવાયને !
ભદો: પણ ઘરમાં હન્ધાય મેચની જ રામાયણ મૂકી ને બેઠા હોય તો હુ શુ કરુ ?
ભોપો: ઈમ કે ને તો ! પણ આયજે મેચ જોવાનો સો કે નહીં ?
ભદો: જોઇશને,હારે કે જીતે મારે કેટલા ટકા !
ભોપો: હાલ પોપડામાં બોલ-બેટ રમી.
ભદો: આપણે બે જ ?
ભોપો: ઓલો ભૂરીયો આવી ગયો હૈસે ઘરે ,ને ઓલો પકલો તો હવારનો ટીવી જોવેશે.હાલ જોઇ ભૂરીયાના ઘરે જાઈ !
ભદો:હાલ તૈ ,એલા ભૂરીયાના બાપુ હુતા હૈસે ,ડેલી ધીરેથી ખોલ જે
ભોપો: એલા ભદયા,આ ભૂરીયાના મોટી બા માળા ફેરવે સે
ભદો: વાંધો નૈ ! ઈમને કાઈ દેખાતુ નથી.
ભૂરીયો: એલા ઘરમાં આવને ભોલ્પા,ભદયા !
ભદો: બપોરીયા થૈ ગ્યા ?
ભૂરીયો: હા.
ભોપો: બેટ-દડો રમવા આવ સે ને પોપડામાં ?
ભૂરીયો: એલા અય ભોપ્લા ! ફાગણ ભડકે બરે સે ,ખબર નથી ?
ભોપો:હાલને હવે , બે વાગ્યા હુધી રમીશુ પસી મેચ જોઇશુ.
ભૂરીયો: આપણે ત્રણ જ.
ભદો: હું પક્લાને બોલાવતો આવશુ.
ભૂરીયો: હારુ , ને ઓલો નાથ્યોય ઘરે આવી ગ્યો હૈસે.હું એને બોલાવતો આવશુ,તો આપણે પોપડામાં ભેગા થાય.
ભદો-ભોપો : હારુ તો.
ભદો :(પોપડામાં ભેગા થૈ ને) પેલો દા મારો બેટ મારી સે .

Categories: કટાક્ષ, કડવો કાઠીયાવાડી, દેશપ્રેમ, દેશભક્તિ, નાની પણ મોટી વાતો, સ્વરચિત | ટૅગ્સ: , , , , | Leave a comment

Blog at WordPress.com.