Monthly Archives: નવેમ્બર 2009

પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા સાંભળવા જોડીયા ગ્યો તો ,ત્યારે બાપુએ એક ખુબ જ સારી વાત કહી હતી.

હુ હમણા ૨૭ નવેમ્બરના રોજ પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા સાંભળવા જોડીયા ગ્યો તો ,ત્યારે બાપુએ એક ખુબ જ સારી વાત કહી હતી.


એક ભાઈએ પૂજ્ય બાપુને એક સવાલ પુછ્યો કે ” ભરત જ્યારે રામને વન માંથી પાછા લેવા પોતાની સેના સાથે ચિત્રકુટ જાય છે ત્યારે ભરતને ઘણી વિઘ્નોનો સામનો કરવો પડે છે.

ભરતને સૌ પ્રથમ તો ભીલ જાતીના લોકોએ ગંગા પાર કરતા રોક્યા હતા.

પછી ભરતની પરીક્ષા લેવા સાધુ સંતોએ રોક્યા હતા.

ઘણા અશુરો તેમના માર્ગે આવ્યા હતા.

દેવતાઓ એ પણ ભરતજીના પારખા લિધા હતા.

અને છેલ્લે જ્યારે ભરતજી તેમની વિશાળ સેના સાથે ચિત્રકુટ તરફ પહોચી રહ્યા હતા ત્યારે લક્ષ્મણજી તેમની સામે ધનુષ્ય લઈને ઉભા રહી ગયા હતા.

પણ ભરત જ્યારે અયોધ્યા પાછા ફરે છે ત્યારે કોઈ વિઘ્ન કેમ નથી આવતા ?”


ત્યારે પૂજ્ય મોરારીબાપુ ખુબ જ સારો જવાબ આપે છે ” ભાઈ ,રામ સુધી પહોચવુ જ મુશ્કેલ છે.પહોચિ જાય પછી તો બધા જ વિઘ્નો દુર થૈ જાય”

Advertisements
Categories: સ્વરચિત | ટૅગ્સ: | Leave a comment

દિકરી વહાલનો દરીયો

એકવાર એક ઘણા બધા લોકો પ્રવાસે જાય છે.

દરીયામાં એક વહાણમાં બેહીને ૨૫ જેટલા લોકો દરીયો ખેડે છે

વહાણ મધ દરીયે પહોચી જાય છે

અને અચાનક જ દરીયો તોફાની થાઇ છે

આખુ વહાણ હાલક-ડોલક થાય છે

હન્ધાયનાં જીવ અધર થઈ જાય છે

હન્ધાય પોત-પોતાન ભગવાનને યાદ કરે છે

મુસલમાન તેના અલ્લાહને,હિન્દુ રામને

શિખ વાહે ગુરુજીને,જૈન મહાવિરને

પણ, ૧૫ વરહની એક છોકરીના મુખે સ્મિત છે

ઈ તો દરીયાના આ તોફાની મોજાનો આંનંદ ઉઠાવે છે

અને મોજાના સ્પર્શથી આનંદિત થઈ ઉઠે છે

બધાય ઈ ૧૫ વરહની છોકરીને પુછે છે

આટલુ ભયાનક દ્રશ્ય જોઈને, તને બિક નથી લાગતી ?

ઈ ૧૫ વરહની દિકરી ખુબ જ સારો જવાબ આપે છે,કે

” આ વહાણ હાંકનારો મારો બાપ છે.

અને કોઈ બાપ પોતાની દિકરીને ડુબવા ન દયે,

તેથી મને બિક નથી લાગતી “

કથાનો બોધ – ” જો દિકરીને એના બાપ પર વિશ્વાશ હોય તો,ઈ દિકરીનું સંસારરૂપી દરીયો અને દુઃખ રૂપી મોજા કાઈ બગાડી નો શકે”

-સ્વરચિત

Categories: લોકકથાઓ, સ્વરચિત | ટૅગ્સ: , | Leave a comment

‘ભુરીયાની કલ્પના છે આ’

ભુરીયાની ‘કલ્પના’ માત્ર છે આ,વધારે સમજતા નહી ?


રીયા નથી એનુ નામ,બસ મારી ‘કલ્પના’ છે આ,


યાર કોડિયા જેટલુ હૈયુ હતુ મારુ , તોય તેમા જગ્યા માંગતી ગઈ,


નીશાના અંધકારમાં એક સ્વપ્નુ દેખાળતી ગઈ મારી ‘કલ્પના’


લ્પના, બસ આવી અને મારા મનરૂપી મોરલાને રમાડી ગઈ,


(અ)લ્પ બાકી હતુ કોડીયા જેટલુ હૈયુ ,વિરહની વેદનાથી ભરાઈ જવામાં,


નાખી ગઈ પ્રેમના બે-ત્રણ છાટા, મારા વેદનાથી ભરાયેલા કોડીયામાં,


છે ને મજાની વાત ?દરેક પંક્તિના પહેલા અક્ષરથી બની ગઈ ‘કલ્પના’


તોફાની ‘ભુરીયાની કલ્પના’ માત્ર ,બસ મારી ‘કલ્પના’ જ,

-ભુરીયો દ્વારકાવાળો ‘તોફાની’

Categories: સ્વરચિત | ટૅગ્સ: | Leave a comment

ગુજરાતી બોલવુ એ તો ‘ધર્મ’ છે.

ગુજરાતી બોલવુ એ તો ‘ધર્મ’ છે.તે માતૃભાષા છે


હિન્દી બોલવુ તે ‘અર્થ’ છે.તે આપણી રાષ્ટ્રીય ભાષા છે


અંગ્રેજી બોલવુ તે ‘કામ’ છે.કામ પુરતુ બોલવુ.


અને સંસ્કૃત બોલવુ એ ,મારા અને તમારા માટે તો ‘મોક્ષ’ છે ,

સંસ્કૃત ભાષા એટલી શક્તિ છે બાપ..


Categories: ગુજરાતની ગાથા | ટૅગ્સ: | 4 ટિપ્પણીઓ

અંગ્રેજ પર્યટક

હમણા હું આમારી દ્વારકામાં એક પાનનાં ગલ્લે ઉભો ઉભો છાપુ વાંચતો તો.

ત્યાં એક અંગ્રેજ પર્યટક આયવો.એણે એક મહેસાણા બાજુના એક ભાઈને પુછ્યુ “This is dwarkadhish temple ?”

મહેસાણાવાળા ભાઈએ કિધુ ” હોવ !” ( અંગ્રેજ કાઈ સમજ્યો નહી)

અંગ્રેજે બિજીવાર પુછ્યુ “This is Gomti river ?”

મહેસાણાવાળા ભાઈએ કિધુ ” હોવ !” ( હવે અંગ્રેજ અટવાણો કે ” હોવ !” એટલે શું ?)

(હું તો ત્યાં ઉભો ઉભો બધુય સાંભળતો તો)(મને જોઈને ઈ અંગ્રેજ મારી પાસે આવ્યો )

અંગ્રેજે મને પુછ્યુ – What meaning of ‘હોવ !’ ?

મે જવાબ આપ્યો – ‘હોવ !’ means ‘yes’

અંગ્રેજે મને પુછ્યુ – you are educated ?

મે જવાબ આપ્યો – ‘હોવ !’

(અંગ્રેજે મને દ્વારકા બતાવાનું કહ્યુ.હુ એને દ્વારકાના બજારમાં લઈ ગ્યો)

(આગળ ગ્યા તો એક ફરસાણની દુકાનમાં જલેબી બનાવતા હતા)

અંગ્રેજે મને પુછ્યુ -What is this ?

મે જબાબ આપ્યો – This…?????? ‘This is જલેબી’

અંગ્રેજે મને પુછ્યુ – જલેબી means ( હવે હુ અટવાણો ! જલેબીનું અંગ્રેજી ક્યાથી કાઢવુ)

મે જવાબ આપ્યો – “round ,round, round, round and Stop”, This is જલેબી..

(આગળ ગ્યાતો એક ભાઈ દહિ એક તપેલામાં લઈને બેઠો તો)

અંગ્રેજે મને પુછ્યુ – What is this ?

મે જવાબ આપ્યો – This…???? This is દહિ

અંગ્રેજે મને પુછ્યુ -What meaning of દહિ ?

મે કિધુ – u known milk ?

અંગ્રેજે મને કિધુ – yes, yes

મે આપણી કાઠિયાવાડી ભાષામાં જવાબ આપ્યો – milk મિક્ષિગ છાશ , one night slipping and After morning ફોદા.This is દહી

 

Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | 1 ટીકા

છગન અને મગન ૫૦ રૂપિયાની નોટ છાપવા બેઠા.

હમણા છગન અને મગન ૫૦ રૂપિયાની નોટ છાપવા બેઠા.


કાઈક ખામીને લિધે નોટ ૫૦ રૂપિયાને બદલે ૩૦ રૂપિયાની છપાય ગઈ.


છગન અને મગન બન્ને વિચાર કરે કે હવે શું કરવુ ?


બન્નેએ વિચાર કર્યો કે ગામડામાં કોઈને ખબર નહી પડે અને ૩૦ રૂપિયાની નોટ ત્યાં હાલી જાશે.


છગન એન મગન બેય ગાંમડાની એક દુકાને ગયા.


છગને દુકાનદારને પુછ્યુ ” ૩૦ રૂપિયાના છુટા આપો “


દુકાનદાર – ૩૦ રૂપિયાની નોટ ?


છગન – “હા ! શહેરમાં હમણા બારે પડી છે .ગાંમડામાં આવતા વાર લાગે.”


દુકાનદારે ૧૫-૧૫ ની બે નોટ આપી.


છગન – ૧૫ રૂપિયાની નોટ ?


દુકાનદાર – ” હા ! ગાંમડામાં હમણા બારે પડી છે.શહેરમાં આવતા વાર લાગે “


Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | Leave a comment

ગુજરાતી ભાષાના વિવિધ સ્વરૂપ

 

ગુજરાતી ભાષાનું કુળ ભારતીય-આર્ય ભાષા છે.ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ઈ.સ. ૧૦૦ સુધીમાં વેદકાલીન કથ્ય ભાષામાંથી પ્રાચીન પાલિ,અર્ધમાગધી અને અશોકના શિલાલેખોની ભાષા ઉદભવી.ઈ.સ. ૨૦૦ થી ૬૦૦ સુધીમાં શૌરસેની જેવી પ્રાકૃતો પ્રાકૃતિક વિશિષ્ટતાઓને લીધે ઉદભવી.શૌરસેની પ્રાકૃતમાંથી શૌરસેની અપભ્રંશ અને પશ્ચિમી અપભ્રંશ સ્વરૂપે પરિવર્તન પામેલી ભાષા મથુરાથી દ્વારકા સુધીના પ્રદેશમાં ઈ.સ.૧૦૦ થી ૧૨૦૦ સુધી ચલણમાં હતી.વ્યાકરણ ‘સિદ્ધહૈમ’ના અપભ્રંશ દુહાની ભાષા ‘પ્રાચીન ગુજરાતી’ રૂપે ઓળખાઈ.તેનું પરિવર્તિત અને વિકસિત સ્વરૂપે તે આજની ગુજરાતી .

 

ગુજરાતી ભાષા રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં વિવિધ સ્વરૂપે બોલાય છે.

૧.શુદ્ધ ગુજરાતી ભાષા –

ઉંદર અને મુનિ

ગૌતમ ઋષિના તપોવનમાં એક મહા તપસ્વી મુનિ હતા.તપ કરીને તેમણે ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.એક વાર તેમણે આશ્રમ પાસે કાગડાના મોંમાથી નીચે પડી ગયેલું એક ઉંદરનું બચ્ચુ જોયું.તેને જોતા જ મુનિને હદયમાં દયા જન્મી.

 

૨.કાઠિયાવાડી બોલી –

મુનિ અને ઉંદેડો

ગૌતમ ઋષિનું એક તપોવન હતું.ઈમાં એક મોટા તપસી રેતા હતા.તપ કરી કરીને ઈમણે મોટી સિદ્ધિ મેળવીતી.એક વખત ઈમનાં આશ્રમ પાંહે કાગડાના મોઢામાંથી પડેલુ એક ઉંદેડાનું બચોરિયું પડી ગયેલુ જોંયુ.ઈને જોઈને મુનિના હૈયામાં દીયા ઊપજી.

૩.ઉત્તર ગુજરાતી બોલી –

ઉંદેડો ન મુનિ

ગૌતમ ઋષિના તપોવનમાં એક જબરા તપસી રે’તા તા.તપ કરી કરીનં ઈંયાંને ઘણી સિધિઓ મેળવી’તી.એક ફરા ઈયાંનં આશરમ પાહ કાગડાના મૂઢામાંથી હેઠું પડી જે’લુ ઉંદેડાનું બચ્ચુ નજરે પડ્યુ.ઈનં ભાળતા વોત મુનિના હિયામાં દ્યા જલમી.

૪.ચરોતરી બોલી –

મુનિનો ઉંદયડો

ગૌતમ રૂસીના તપોવનમાં એક બઉ મોટ્ટા તપસી મુનિ રે’તા તા.એમણે એટલું બધું તપ કીધું’તુ કં એમનાં કે’તા હવાર ઉગ નં એમના કે’તા હાંજ પડ! એક વાર એ તપસ્યામાં બેઠા’તા નં એક કાગડૉ ઊડતો ઊડતો આયો.એની ચાંચમાંથી ઉંદયડીનું એક નાનું બચ્ચુ હેઠણ પડ્યું.મુનિ તોં દયાના દાતાર.હૈયુ પીગળી જ્યું.

૫.સુરતી બોલી –

ઉંદર અને મુનિ

ગૌતમ રૂશીના તપોવનમાં એક મોટા તપસ્વી સાધુ ઉતા.તપ કરીને તેમણે મોટી સિદ્ધિ મેળવી’તી.એક વાર એમણે આશરમ પાહે કાગડાના મોળામાંથી પડી ગેલુ એક ઉંદરનું બચ્ચું જોયું.તેને જોઈને મુનિના રદયમાં દયા આવી.

૬.કચ્છી બોલી –

ઉંધર નેં મુનિ

ગૌતમ ઋષિ જે તપોવણમેં હિકડો વડૉ વડૉ તપસી રોંઘોવો.તપ કરેને ઈન વદી સિધિ કમાંય. હિકીયાર ઈ આસરમવટ ઈન કાગડે જે મોંમ્યાંનું હેઠાં છણી પેલ હિકડો ઉંદ્યરજો બચો ડીઠેં.હીસંધે વાર ને મુનિજે રૂઅમેં રોમ આવઈ.

૭.ભીલી બોલી –

ઉંદરો ને બાવો

ગૌતમ બાવાના ડુંગરમાંય એક મુટો તપસી બાવો અતો.તપ કરીને વણાયે કંઈક નોમના મેળવજી અતી.એક વખત અણા આશ્રમ પાહે કાગડાના મુડામાહુ ભુયે પડેલું એક ઉદરાનું ટીટુ જુતુ વણાયે જુતાંસ બાવાયે દયા આજી.

૮.ડાંગી બોલી –

ઉંદીર અને તપસર

ગૌતમ તપસરના આશ્રમમાં એક મોઠા તપસર હતા.તપ કરીહન તેની બહુ ઈદ્યા મેળવેલ હતી.એક દિસ તેની આશ્રમ પાસી,હાડિયાના ટોનમાંથી ખાલ પડી ગયેલ એક ઉંદિરનાં પીલ હેરાં.તેલા હેરતાં જ તેલા હિરદાંમાં કીવ આની.

૯.પારસી બોલી –

ઉંદર અને મુનિ

ગઉતમ રુસીના તપોવનમાં એક મોટ્ટા તપસવી મુનિ રહેતા ઉતા.તપ કરીને એવને ઘની સિધ્ધિ મેરવી હતી.એક વાર એવને આસરમ પાસે કાગરાના મોંનામાંથી નીચ્ચે પરી ગયેલું એક ઉંદરનું બચ્ચું જોયું.તેને જોતાં જ મુનિના દીલમાં દયા આવી.

૧૦.વહોરા બોલી –

ઉંદર અને મુનિ

ગૌતમ ઋષિના ટપોવનમાં એક મઃઆ તપસ્વી મુનિ હતા.ટપ કરીને તેમને ઘની ખ્યાતિ મલીતી.એક વાર તેમને આશ્રમ પાસે કાગરાના મોંમાંથી નીચે પરી ગયેલું એક ઉંદલ્લાનું બચ્ચુ જોયું.તેને જોતા જ મુનિને દિલમાં દયા આવી.

 

“શબ્દોના તીર” માંથી

 

Categories: ગુજરાતની ગાથા | ટૅગ્સ: | Leave a comment

હમણા હુ દવાખાને ગ્યો તો !

હમણા હુ દવાખાને ગ્યો તો.ત્યા એક ૬૫ વરહના કાકા અને કાકી આઈવા.કાકી બિમાર હતા

ઈ કાકા અને કાકિ નૉ વારો આઈવો એટલે ઈ ડૉક્ટર સાહેબ પાસે ગ્યા.

ડોક્ટર – શું થાય છે ?

કાકા – મારી ઘરવાળી થાય સે !

ડોક્ટર -અરે ,કાકી ને શું થાય છે ?

કાકા – તો એને પુછોને ? મને શું પુછો છો ?

(ડોક્ટર સાહેબ કાકીનો હાથ પકડીને)

કાકા – શું કરો છો સાહેબ ?

ડૉક્ટર – નશ ગોતુ છુ.

કાકા – નર્શ તો આ બાજુમાં ઊભી !

ડૉક્ટર – અરે કાકા ! રગ ગોતુ છુ રગ .

કાકા – ૪૦ વરહથી તો હુ ગોતુ છુ ! આ ડોશીની રગ,મને  નથી મલી તો તને ક્યાથી મલવાની.

Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | 1 ટીકા

ભગવાન પણ કોઈને એક નથી કરી શક્તો

 

એક ગામ હતુ.જ્યા બધી જ જાતી અને ધર્મના લોકો રેહતા હતા.

દુઃખની વાત ઈ હતી કે ગામના લોકોમાં એકતા નોતી.

એકવાર પંચાયત બોલાવામાં આવી.ગામનું ૩૦૦૦ જેટલુ જન શમુદાય ત્યા હાજર હતુ.

ગામની એકતા માટૅ વિચારો શરુ થયા.

ગામનાં ચોકમાં એક નાનકડુ મંદિર બનાવાની વિચારણા કરાઈ.

પણ બીજા ધર્મના લોકો ત્યા નો આવે.

મુસ્લિમ સમુદાયે મજિદ બનાવા કહ્યુ .

તો બીજા ધર્મના લોકો ત્યા નો આવે જૈન ધર્મના લોકોએ દેરાસર બનાવાનુ કહ્યુ ,તો પણ એવુ જ થાય.

શીખ ધર્મના લોકોએ ગુરુદ્રાર બવાવાનુ કહ્યુ ,પણ વિવાદ હતો એ જ રહ્યો.

ચર્ચ બનાવામાં આવે તો પણ ઈ જ વાંધો હતો કે બાકી ધર્મના લોકો ત્યા નો આવે.

હવે કરવુ શું ? પંચાયત મુજવણમાં મુકાઈ ગઈ.

૩૦૦૦ લોકોની સભા વિચારોના વાવાઝોડામાં સંકેલાઈ ગઈ.

ત્યાં જ ૩૦૦૦ લોકોની સભા માંથી ૮ વરસનૉ બાળક ઉભો થાઈ છે.

બધાનું ધ્યાન એના તરફ જાઈ છે.

ઈ બાળક એની નિર્દોષ ભાષામાં ખુબ સરસ જવાબ આપે છે

” હે વડીલો ,અહી મંદિર,મજિદ,ગુરુદ્વાર,ચર્ચ,દેરાસર બનાવા કરતા ,એક કામ કરો .એક હોટલ બનાવી નાખો, જ્યા બધાય સમુદાયનાં લોકો આવશે”. ૩૦૦૦ લોકોના સમુદાયમાં સન્નાટૉ છવાય ગયો.

બાળકનાં આ ઉપાયનો કોઇએ વિરોધ નો કર્યો.

“ભગવાન પણ કાળા માથાળા માનવીને એક નથી કરી શક્તો”

Categories: લોકકથાઓ | ટૅગ્સ: | 2 ટિપ્પણીઓ

એક નાનકડી કથા

 

એક નાનકડુ ગામ હતુ
ઈમા એક મોહનભાઈ રેતો તો,એકવાર ઈમના ઘેર ચોરી થઈ ગઈ.

ઈમના ઘરમાં કાઈ જ નો રયુ.
એટલામાં એક સાધુ ગામનાં પાધરેથી પસાર થાતો હતો.

મોહનભાઈ એ સાધુ જોઈને કિધુ  “હે મહાત્મા,હુ કંગાળ થઈ ગ્યો.મારી પાસે કાઈજ નો રયુ.હુ શુ કરુ “
સાધુ કહે  “ઈમ કાઈ નો રયુ ?”
મોહનભાઈ  “હા,મહાત્મા કાઈ જ નો રયુ “
સાધુ કહે  ” તો એક કામ કર તારો એક હાથ કાપીને મને આપી દે ,હુ તને ૫૦૦૦ રૂ. આપુ”
મોહનભાઈ કહે  “એક હાથથી હુ કેવી રીતે જીવ ?”
સાધુ કહે  ” તો એક પગ આપી દે,હુ તને ૧૦,૦૦૦ રૂ આપીશ”
મોહનભાઈ કહે  “હે સંત મહાત્મા,એક પગથી હુ કેવી રીતે જીવન પસાર કરુ “
સાધુ કહે  ” તો એક આંખ આપી દે,હુ તને ૨૦,૦૦૦ રૂ આપીશ”
મોહનભાઈ કહે  “પણ એક આંખથી હુ ન જીવી શકુ મહાત્મા ?”
ત્યારે ઈ સાધુ મહાત્મા બહુ સરસ જવાબ આપે છે “વત્સ,હવે સરવાળો માંડ,તારી પાસે કેટલી મિલ્કત છે ?”
  “તારી પાસે બે હાથ છે,બે પગ છે,બે આંખ છે…..આનાથી મુલ્યવાન મિલ્કત કઈ?”

જા વત્સ,આ મિલ્કતનો સારી જગ્યાએ ઉપયોગ કર,સફળતા જરુર મળશે.તુ મહેનત કર ,દ્વારકાવાળો તારી સંગાથે જ છે.

-ભુરીયો દ્વારકાવાળો “તોફાની”

Categories: લોકકથાઓ | ટૅગ્સ: | Leave a comment

Blog at WordPress.com.

%d bloggers like this: