Monthly Archives: ડિસેમ્બર 2009

નાની પણ મોટી વાત

બે મિત્રો હતા . છગન અને મગન
એક વાર બેય મિત્રો ગામના મંદીરે ગયા.
પણ છગન મંદિરની અંદર ન ગયો.
મગને પૂછ્યુ “ કા છગ્ના ? મંદિરમાં નથી આવ ?”
છગન “ મગ્ના ! તુ દર્શન કરીઆવ,મારે ભગવાન પાસેથી કાઇ નથી જોતુ”
મગન મંદિરમાં દર્શન કરવા જાઈ છે અને છગન મંદિરની બાહરના બગીચામાં આટા મારે છે.
મગન ભગવાન’ના દર્શન કરીને બહાર આવે છે અને તેના બુટ પેરવા જાય છે.ત્યાં બુટમાં વિછી તેને કરડી જાય છે.
અને બીજી બાજુ મગને બગીચામાંથી સોનાની ચેન મળે છે.
બન્ને મિત્રો વાતુ કરે છે.

છગન “ મગ્ના ! શું થયુ ભગવાન’ના દર્શન કરીને,છેલ્લે વિછી જ કરડ્યો ને ? આ જો મને બગીચામાંથી પાંચ તોલા સોનાની ચેન મળી ?”

છગન અને મગન સાથે બનેલી આ ઘટના એક સાધુ જુવે છે અને બન્ને મિત્રોની વાતો સાંભળે છે..અને કહે છે “ શું થયુ વત્સ ?”

છગન “ જુવોને મહાત્માં ? મારો મિત્ર ભગવાન’ના દર્શન કરવા ગયો અને તેને વિછી કરડ્યો અને હુ બગીચામાં આટા મારતો હતો ત્યારે મને પાંચ તોલા સોનાની ચેન મળી !”

ઈ સાધુ ધ્યાનમાં બેસીને કહે છે “વત્સ ! જેને આજે વિછી કરડ્યો છે ને ? એને આજે ઝેરીમાં ઝેરી સાંપ કરડવાનો હતો..આજે એનો મૃત્યુયોગ હતો..આજે ઈ ભગવાન’ના દર્શન કરવા ગ્યો એટલે બચી ગ્યો અને તુ જો ભગવાન’ના દર્શન કરવા ગ્યો હોત’ને ? તો તને ખુટે નહી એટલુ ધન મળવાનું હતુ..આજે તારો લક્ષ્મિયોગ હતો.તુ ભગવાન’ના દર્શન કરવા નો ગ્યો એટલે હવે તારે સોનાની ચેનથી ચલાવી લેવુ પડશે.”

Advertisements
Categories: નાની પણ મોટી વાતો, લોકકથાઓ | ટૅગ્સ: , | 1 ટીકા

જુઠાણુ હંમેશા સર્વનાશ નોતરે છે-

એક નાનકડુ ગામ હતુ.તેમાં એક ગોપાલ નામનો ગોવાળીયો રહેતો હતો.તે દરોજ ગામના ઢોરોને ગામ નજીકના જંગલોમાં ચરાવા માટે લઈ જતો હતો.
એકવાર એણે બુમો પાડી કે ” બચાવો ,બચાવો ,વાઘ આવ્યો.મારા ઢોરોને ખાઈ જાશે,બચાવો”

તેની બુમ સાંભળીને ગામના લોકો તેની પાસે દોડી આવ્યા અને પૂછ્યુ ” ક્યાં છે વાઘ ?”

ગોપાલ – વાઘ તો નથી ! હા ,હા ,હા [ હાસ્ય સાથે ગામના લોકોની ઠેકડી ઉડાળે છે]

બે-ત્રણ દિવસો પછી ફરી ગોપાલે બુમો પાડી ” બચાવો ,બચાવો ,વાઘ આવ્યો.મારા ઢોરોને ખાઈ જાશે.બચાવો”

ફરી ગામના લોકો તેની બુમ સાંભળીને ત્યાં પહોચી ગયા અને પૂછ્યુ “ક્યામ છે વાઘ?”
ગોપાલ – વાઘ તો નથી ! હા , હા , હા

ગોપાલનો આ નિત્યક્ર્મ બની ગયો.તે દરોજ બુમો પાડીને ગામ લોકોને બોલાવે અને તેમની ઠેકડી ઊડાળે.

એકવાર જંગલમાં ઢોર ચરાવતા સાચુ’કા વાઘ આવી ગયો.

ગોપાલે બુમો પાડી ” બચાવો, બચાવો.વાઘ આવ્યો,બચાવો”

ગામના લોકોએ નિર્ણય કર્યો કે ” આ ગોપાલ હંમેશા જુઠુ બોલે છે અને ગામના લોકોની ઠેકડી ઉડાળે છે તેથી હવે કોઈએ તેની પાસે જાવ નહી”

ગામનો કોઈ માણસ ત્યાં ન ગયો અને વાઘ ગોપાલ અને તેના બધા જ ઢોરોને ખાઈ ગયો.

નાનકડી કથાનો મોટો બોધ ” જુઠાણુ હંમેશા સર્વનાશ નોતરે છે”

Categories: નાની પણ મોટી વાતો, લોકકથાઓ | ટૅગ્સ: , , , | Leave a comment

હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી!!

હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી,
સોરઠી, કચ્છી, સુરતી કે ભલે રહ્યા કાઠીયાવાડી,
દેસાઈ, ભાટલા, ઘાંચી, વાણીયા કે અમદાવાદી,
હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી!!

લોહાણા, બ્રાહ્મણ, નાગર, દરબાર કે ઘોઘારી,
બાર ગાવે બોલી બદલે તોય બધા ગુજરાતી,
નાના-મોટા કામ એ કરતા કોય થયા અંબાણી,
હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી!!

મેઘાણી ને કલાપીની કવિતા વાંચે, વાંચે ગુજરાતી,
છાપા અને ચોપાનીયા વાંચે, વાંચે જીવરામ જોશી,
મિયાં ફુસકીની વાર્તાઓ વાંચી થયા બધા ગુજરાતી,
હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી!!

વેપાર-ધંધાની સૂઝ લઈને જન્મ્યો છે આપણો ગુજરાતી,
તેલ જૂવે, ધાર તેલની જૂવે, ગ્રાહક દેખી પડીકું દે બાંધી,
મોદીસાહેબના રાજમાં આવી અખા દેશમાં ગુજરાતી આંધી,
હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી!!

હોળી રમતો, ગરબા ગાતો, ઉજવે એતો નવરાત્રી,
પતંગના પેચ લગાવે એતો આવે જયારે સંક્રાંતિ,
લક્ષ્મીપૂજન અને ફટાકડા ફોડે આવે જયારે દિવાળી,
હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી!!

આફ્રિકા વસ્યો, અમેરિકા વસ્યો, વસ્યો એ ઇટાલી,
લંડનમાં ફરતા યાદ આવી જાય શહેર અમદાવાદી,
દેશ-દેશાવર સ્થાયી થયો તોયે રહ્યો એ ગુજરાતી,
હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી!!

હર્ષદ રવેશિયા
૧૦.૧૨.૨૦૦૯

Categories: ગુજરાતની ગાથા, મને ગમતી કવિતા અને ગઝલ | ટૅગ્સ: | Leave a comment

મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો. –જોક્સ

હમણા અમદાવાદ મારા મિત્રને ત્યાં ગ્યોતો.
મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.

હોટલમાં બે વિભાગ હતા ૧- એ.સી વાળો વિભાગ અને ૨- નોન એ.સી વાળો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ એ.સી વાળા વિભાગમાં જ જવાયને !

અંદર ગ્યા તો પાછા બે વિભાગ , ૧-મિઠાઈનો વિભાગ અને ૨- ફરસાણનો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ફરસાણ તો દરોજ ખાતા હોય, તો મિઠાઈ વાળા વિભાગમાં જ જવાય ને !

અંદર ગ્યા તો પાછા બે વિભાગ, ૧- શુધ્ધ ઘી અને ૨-વનસ્પતિ ઘી
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ઈ તો શુધ્ધ ઘી ના વિભાગમાં જ જવાય ને !

અંદર ગ્યા તો પાછા બે વિભાગ ૧ -ઉધાર અને ૨- રોકડા
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ઉધારમાં જ જવાય ને !
દરવાજો ખોલી અંદર ગ્યા ,તો સીધા હોટલની બારે…

ત્યારે બારે મોટુ બોર્ડ માર્યુ’તુ ” મહેરબાની કરીને બીજીવાર આવવુ નહી”

Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | 6 ટિપ્પણીઓ

એક સિગારેટનું ધિગાણુ

હમણા હું પાનનાં ગલ્લે ઊભો’તો,ત્યાં છગન આયવો
છગન – ભાઈ એક સિગારેટ આપો તો ?
[ગલ્લાવાળો એક સિગારેટ આપે છે]
છગન – માચીસ તો આપો ?
ગલ્લાવાળો – નથી
છગન – સિગારેટ રાખો છો ,ને માચીસ નથી રાખતા ?
ગલ્લાવાળો – અમે તો જુલાબની ગોળી પણ રાખ્યે છીએ ! [ સમજાય પછી દાંત આવે]
[છગને મારી પાસે માચીસ માંગી]
મે કિધુ – આ સિગારેટ કેટલાની ?
છગન – બે રુપિયાની
મે કિધુ – તો પચાંસ પૈસાની માચીસ નો લેવાય
[છગને બીજા ભાઈ પાસે માગી .બધા પાહેથી આવો જ જવાબ મળ્યો]
[છગને થોડોક મગજ હલાયવો, એક ખુણામાં અંધારા જઈને આમ-તેમ ફાફા મારવા લાગ્યો.એટલામાં ત્યાંથી મગન નિકળે છે]
મગન – કા છગન્યા ? શું શોધે છે ?
છગન – મગ્ના, મારી પચાંસ રુપિયાની નોટ ખોવાય ગઈ
[મગન પાછો મારા જેવો દોઢ ડાહ્યો .એણે માચીસ કાઢીને દિવાસળી સળગાવી.તરત જ છગને એની સિગારેટ , એમાંથી સળગાવી લિધી.]
છગન – એલા મગન્યા ? જાવા દે, નહી મળે ! [ એમ કહીને છગન ત્યાંથી ચાલ્યો ગ્યો, પણ પાછળથી મગને આખી માચીસ ખાલી કરી દિધી]

Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | Leave a comment

નાની પણ મોટી વાતો

હુ એક વડલા નીચે બેઠો તો, ત્યા છગન આયવો
છગન – કા ભુરા એક હાલે ?
મે કિધુ – મોજ છે હો ! તુ ક્યા ગ્યોતો ?દેખાતો નો’તો તી ?
છગન – હુ મારી માં ને વૃદ્ધાશ્રમમાં મુકવા ગ્યોતો.એ વૃદ્ધાશ્રમમાં તો જલસા છે હો !ઉપર ચારેય બાજુ પંખા ફરે ,જોવા હાટુ ટીવી અને ત્રણેય ટાઇમ ખાવાનું પિરશવામાં આવે.
(થોડીકવાર હુ કાઈ બોલ્યો નહી)
છગન – કા ભુરાભાઈ ? કેમ કાઈ બોલતા નથી ? શું વિચારો છો ?
મે કિધુ – હુ વિચારુ છુ કે ” જો બાળપણમાં તારી માં તને અનાથાશ્રમમાં મુક્યાયવી હોત’ને ,તો આજે એને વૃદ્ધાશ્રમમાં જાવાનો વારો નો આવેંત”


*******************************************


મગનની માતા એકવાર મગનને અડધી રાતે ઊઘમાંથી ઉઠાળે છે.
મગન – કેમ માં ? મને અડધી રાતે કેમ ઊઠાડ્યો ?
માતા – બેટા, આજે તારો જન્મદિવસ છે.હું ભુલી ગઈ હતી.અત્યારે મને યાદ આવ્યુ એટલે મે તને ઉઠાડ્યો.આજે તુ વીસ વરસનો થઈ ગયો.
મગન – અડધી રાતે તમે મારી ઊંઘ બગાડી,મને કેટલી તકલિફ થઈ ,ખબર છે ?
માતા – દિકરા ! વીસ વરસ પહેલા આવી જ એક અડધી રાતે મે તને મારા ઉંદર માંથી જન્મ આપ્યો હતો.ત્યારે મને કેટલી તકલીફ થઈ હશે ?મે તને મારા ઉંદરમાં નવ મહિના સાચવ્યો,ત્યારે મને કેટલી તકલીફ થઈ હશે ?


*********************************


યાદ રાખ જો” માં-બાપના હૈયાને દુભાવનારો ક્યારેય સુખી થાતો નથી”

Categories: નાની પણ મોટી વાતો | ટૅગ્સ: | Leave a comment

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: