બળ મળતું રહેછે.(દાદાવાણી)


રમેશ પટેલ(આકાશદીપ)

સંકલન..આભાર,અક્રમવિજ્ઞાન(દાદાવાણી)

આજ કાલ બની બેઠેલા ,લોભી પ્રજાજનોના રાહબરનો ધંધો લઈ છેતરતા લોકોના કીસ્સાઓ અવારનવાર સમાચાર બની ચમકી રહ્યા છે.આ છેતરપીંડી, આસ્થા અને સદ પ્રવૃતિની સીમારેખામાટે લાલબત્તી સમાન છે અને ભારતીય સંસ્કૃતિમાં લોક માનસની સારા ખોટાની સમજ પર પ્રશ્ન ચિન્હ ખડાં કરેછે.આ વિષય પર થોડું ચીતનાત્મક વાત કરવા મનમાં પ્રેરણા જાગી અને આ સંકલન લખવા પ્રેરાયો.

પ્રશ્નઃ સાચા સંતો ને સાચા અનુયાયીઓ આ કાળમાં મેળવવા કેમ?

દાદાશ્રીઃ સાચા અનુયાયીઓતો હોય છે,પણ સાચા સંતો નહીં મળવાથી બધા ભટકેછે.ઘરાક સાચા હોયછે,પણ સાચી દુકાન હોતી નથી.બધા દુકાનદાર લોભમાં અને લાલચમાં પડેલા છે.

પ્રશ્ન –સાચા સંત કોને કહેવાય?

દાદાશ્રીઃ પારકાને માટે જીવે એ સંત કહેવાય.

પ્રશ્નઃ તેમની પ્રાઈવેટ લાઈફમાં ના જઈએતો કેવી રીતે ખબર પડે?

દાદાશ્રીઃઆ કાળમાં બધી બનાવટો!કળિયુગી સંત બે-ત્રણ તોલાની માળા ચઢાવોતો ખુશ થઈ જાય એ લાલચુ દર્શનમાનવું.રુપિયા,સ્ત્રી અને પ્રપંચની બોલબાલા દેખાયતો સાવધાનજાતે જ થવું પડે.લોકો દર્શન કરવાની લાઈન લગાવેતો જોડાઈ જવું ,તો સંતને ના ઓળખી શકો.

પ્રશ્નઃ સંત વિશે વિશેષ બાબત કઈ.

દાદાશ્રીઃ સંત એટલે મમતા રહિત પુરુષ.સંતો નિઃસ્પૃહી હોય,સોના ચાંદીની ભીખ ના હોય.તમારું કેમ કલ્યાણ થાય એ સ્પૃહા હોય.એમને ખાવાનો મગવાનોઅધિકાર પણ ના મળેતો શાન્ત ભાવે ચલાવી લે.સાચા સંતને ક્રોધ-માન-માયા -લોભ ‘કંટ્રોલેબલ’ હોય,એટલે તમે ડીકંટ્રોલ કરવા જાવતો સામેથી ધક્કો મારી કંટ્રોલમાં રાખી શકે. એમના સાનિધ્યમાં તમારામાં પરિવર્તન આવે.

પ્રશ્નઃ લોકોને આત્મજ્ઞાન માટે જીજ્ઞાસા હોય છે…કેમ કરીને મળે.

દાદાશ્રીઃ સંત પુરૂષ..હિતકારી હોય.પાપ કર્મથી બચાવે એ સંત.સંત એટલે વટેમાર્ગુ,પોતે ચાલે અને નબળું છોડાવે અને સારું પકડાવે.સંત પુરુષનું યોગબળતો મનોબળ અને વચન બળથી હોય.પ્રપંચીઓને સંત પુરુષના કહેવાય.હવે સંત પુરુષ આગળ વધેતો સત્પુરુષ થાય અનેશ્રી મદ રાજચંદ્રની વાણીમાં કહીએતો…બીજું કાંઈ શોધમા, એક માત્ર સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા,અહંકારી દૃષ્ટિ બદલાઈ જશે.આત્મા પ્રાપ્ત કરેલો માણસ અને જેને સમક્તિ થયેલું છે,એ સત્પુરુષ.આત્માની અનુભૂતિ હોય અને સચ્ચિદાનંદને ઓળખતા હોય.આ સત્પુરુષને ના ઓળખવાથી જ જગત ભટક્યું છે.એમની વાણી મૌલિક હોય અને અનુભવવાણી હોય.

સત એટલે અવિનાશી -આત્મા ! એ આત્મરુપ થયો ત્યારે ‘સત્પુરુષ’થાય.

દાદા..જ્ઞાની પુરુષ કોને કહેવાય?

પાપ કર્મથી બચાવે એ સંત પણ પાપ અને પુણ્ય બંનેથી બચાવે એ જ્ઞાની પુરુષ.જેને અહંકાર અને મમતા બંને ના હોય.જ્ઞાની પુરુષનું યોગબળ આત્મયોગ હોય.સંત, સત્પુરુષ અને જ્ઞાની વિશે સરળ કઈરીતે સમજણ પડે?સંત ઠંડીમાં સઘડી જેવા પા્સે બેસો ત્યાં સુંધી શાન્તિ રહે,ઊઠ્યા પછી ઍટલો લાભ ના મળતો રહે.સત્પુરુષની આંખોમાં સાપોલિયાં ના રમતાં હોય,વિતરાગતા દેખાય,મુમુક્ષો ઓળખી જાય.જ્ઞાની પુરુષ પાસે આત્માનો આનંદ મળે એ ઈમોશનલ ના હોય,મહીં આમ નિરાકુળતા લાવે, તે મોક્ષદાતા પુરુષ કહેવાય.જ્ઞાની પુરુષ એટલે દુનિયાની અજાયબી યાને પ્રગટ દીવો.દાદા…તેમની મનો સ્થિતિ એવી કે દેહની અંદર પણ નથી રહેતા,દેહના માલિક નથી,મન હોવા છતાં મનના માલિક નથી. ધર્મોમાં બેઠેલાને તેની વાણી પોતાની લાગે,સ્યાદ વાદ -વાણી હોય!એ વાણી પ્રત્યસ સરસ્વતિ કહેવાય.નિષ્પક્ષપાતી વાણી હોય,એમનામાં સૂર્યનારાયણ જેવો પ્રતાપ હોય અને ચંદ્ર જેવી સૌમ્યતા હોય.સમુદ્ર જેવા ગંભીર હોય અને હિમાલય જેવા અડગ હોય.મુક્ત હાસ્ય હોય.કૃપાળું દેવે તેમને‘ દેહધારી પરમાત્મા’ કહ્યા છે.

સંકલન અને સમજ પ્રમાણે..રમેશ પટેલ(આકાશદીપ)
સૌજન્ય : ગુજરાતી ગૃપ

Categories: જ્ઞાનવાણી | ટૅગ્સ: | Leave a comment

પોસ્ટ સંશોધક

Leave a comment

Blog at WordPress.com.