Posts Tagged With: લોકકથા

મારા ભગવાનનું વિજ્ઞાન આગળ છે..!

ત્રણ ભણેલા વ્યક્તિઓ વાત કરતા હતા અને તેમની વાતો એક અભણ વૃધ્ધ સાંભળતો હતો..

એક ભણેલો : – આ વિજ્ઞાન કેટલુ આગળ વધી ગ્યુ છે.ગુજરાતી ફિલમવાળા લાખો રૂપિયાના ખર્ચે ફિલમ બનાવે છે પણ ત્રણ કલાકમાં આખી સ્ટોરી પૂરી કઈ દયે.
બીજો ભણેલો : – ઈ તો ઠિક પણ આ હિન્દી ફિલમવાળા કરોડો રૂપિયાના ખર્ચે ફિલમ બાનાવે છે પણ અઢી કલાકમાં સ્ટોરી પૂરી કરી દયે..
ત્રીજો ભણેલો : – અને ભાઈ,આ અંગ્રેજી ફિલમવાળા અબજો રૂપિયાના ખર્ચે ફિલમ બનાવે છે અને માત્ર બે કલાકમાં આખી સ્ટોરી પૂરી કરી દયે..વાહ ! શું તરક્કી કરી છે વિજ્ઞાને ?

ત્યાંરે એમની વાતો સાંભળતો ૭૦  વરાહનો અભણ ભાભો બોલ્યો…”તમારા ત્રણેય કરતા મારા ભગવાનનું વિજ્ઞાન આગળ છે.”

ત્રણેય એક હારે બોલ્યા – તારા ભગવાનનું વિજ્ઞાન કઈ રીતે આગળ છે ?

અભણ ભાભો – માણસ ૬૦ વરહ જીવે કે ૭૦ વરહ જીવે..પણ જીવનની છેલ્લી એક જ મિનિટમાં આખી જ ફિલમ બતાવી દયે….કોની બારીમાં ઘા કર્યા ? કોની ગદબ ચોરી કરી ?
કહેવાય છે કે જીવનની છેલ્લી ઘડીએ માણસ બોલતો નથી…તે છેલ્લી ઘડીમાં માણસ ભગવાને બનાવેલી ફિલમ જોતો હોય છે… એટલે કાઈ બોલતો નથી

-ભિખુદાન ગઢવી

Advertisements
Categories: કટાક્ષ, કડવો કાઠીયાવાડી, નાની પણ મોટી વાતો | ટૅગ્સ: , , | 2 ટિપ્પણીઓ

ધૂળની કથા અને સંત્સંગનો મહિમા

એકવાર એક ફારસી કવિએ કુરાનેશરીફ ઉપર થોડી ધૂળ પડેલી જોઈ.તેણે આ જોઈને ધૂળને પૂછ્યું,”અરે,આ પવિત્ર ધર્મપુસ્તક ઉપર તારા જેવી તુચ્છ અને નકામી ચીજ ક્યાંથી આવીને પડી?”

ત્યાંરે તો ધૂળને એકાએક વાચા ફૂટી.ધૂળ કહે,”બાબા એ તો સત્સંગનો પ્રતાપ છે.પહેલા પવનની સાથે સત્સંગ થયો.પવનને મને એક ફૂલ ઉપર જઈને મૂકી દીધી.પછી એક ભક્તજને આવીને એ ફૂલો ચૂંટી લીધાં અને તેણે આ કુરાન ઓઅર એ ફૂલોને ચડાવ્યા.એટલે ફૂલના સત્સંગને લીધે હું પણ ફૂલોની સાથોસાથ આ જગ્યાએ આવી પડી.”

Categories: નાની પણ મોટી વાતો, લોકકથાઓ | ટૅગ્સ: , , , | Leave a comment

જુઠાણુ હંમેશા સર્વનાશ નોતરે છે-

એક નાનકડુ ગામ હતુ.તેમાં એક ગોપાલ નામનો ગોવાળીયો રહેતો હતો.તે દરોજ ગામના ઢોરોને ગામ નજીકના જંગલોમાં ચરાવા માટે લઈ જતો હતો.
એકવાર એણે બુમો પાડી કે ” બચાવો ,બચાવો ,વાઘ આવ્યો.મારા ઢોરોને ખાઈ જાશે,બચાવો”

તેની બુમ સાંભળીને ગામના લોકો તેની પાસે દોડી આવ્યા અને પૂછ્યુ ” ક્યાં છે વાઘ ?”

ગોપાલ – વાઘ તો નથી ! હા ,હા ,હા [ હાસ્ય સાથે ગામના લોકોની ઠેકડી ઉડાળે છે]

બે-ત્રણ દિવસો પછી ફરી ગોપાલે બુમો પાડી ” બચાવો ,બચાવો ,વાઘ આવ્યો.મારા ઢોરોને ખાઈ જાશે.બચાવો”

ફરી ગામના લોકો તેની બુમ સાંભળીને ત્યાં પહોચી ગયા અને પૂછ્યુ “ક્યામ છે વાઘ?”
ગોપાલ – વાઘ તો નથી ! હા , હા , હા

ગોપાલનો આ નિત્યક્ર્મ બની ગયો.તે દરોજ બુમો પાડીને ગામ લોકોને બોલાવે અને તેમની ઠેકડી ઊડાળે.

એકવાર જંગલમાં ઢોર ચરાવતા સાચુ’કા વાઘ આવી ગયો.

ગોપાલે બુમો પાડી ” બચાવો, બચાવો.વાઘ આવ્યો,બચાવો”

ગામના લોકોએ નિર્ણય કર્યો કે ” આ ગોપાલ હંમેશા જુઠુ બોલે છે અને ગામના લોકોની ઠેકડી ઉડાળે છે તેથી હવે કોઈએ તેની પાસે જાવ નહી”

ગામનો કોઈ માણસ ત્યાં ન ગયો અને વાઘ ગોપાલ અને તેના બધા જ ઢોરોને ખાઈ ગયો.

નાનકડી કથાનો મોટો બોધ ” જુઠાણુ હંમેશા સર્વનાશ નોતરે છે”

Categories: નાની પણ મોટી વાતો, લોકકથાઓ | ટૅગ્સ: , , , | Leave a comment

એક નાનકડી કથા

 

એક નાનકડુ ગામ હતુ
ઈમા એક મોહનભાઈ રેતો તો,એકવાર ઈમના ઘેર ચોરી થઈ ગઈ.

ઈમના ઘરમાં કાઈ જ નો રયુ.
એટલામાં એક સાધુ ગામનાં પાધરેથી પસાર થાતો હતો.

મોહનભાઈ એ સાધુ જોઈને કિધુ  “હે મહાત્મા,હુ કંગાળ થઈ ગ્યો.મારી પાસે કાઈજ નો રયુ.હુ શુ કરુ “
સાધુ કહે  “ઈમ કાઈ નો રયુ ?”
મોહનભાઈ  “હા,મહાત્મા કાઈ જ નો રયુ “
સાધુ કહે  ” તો એક કામ કર તારો એક હાથ કાપીને મને આપી દે ,હુ તને ૫૦૦૦ રૂ. આપુ”
મોહનભાઈ કહે  “એક હાથથી હુ કેવી રીતે જીવ ?”
સાધુ કહે  ” તો એક પગ આપી દે,હુ તને ૧૦,૦૦૦ રૂ આપીશ”
મોહનભાઈ કહે  “હે સંત મહાત્મા,એક પગથી હુ કેવી રીતે જીવન પસાર કરુ “
સાધુ કહે  ” તો એક આંખ આપી દે,હુ તને ૨૦,૦૦૦ રૂ આપીશ”
મોહનભાઈ કહે  “પણ એક આંખથી હુ ન જીવી શકુ મહાત્મા ?”
ત્યારે ઈ સાધુ મહાત્મા બહુ સરસ જવાબ આપે છે “વત્સ,હવે સરવાળો માંડ,તારી પાસે કેટલી મિલ્કત છે ?”
  “તારી પાસે બે હાથ છે,બે પગ છે,બે આંખ છે…..આનાથી મુલ્યવાન મિલ્કત કઈ?”

જા વત્સ,આ મિલ્કતનો સારી જગ્યાએ ઉપયોગ કર,સફળતા જરુર મળશે.તુ મહેનત કર ,દ્વારકાવાળો તારી સંગાથે જ છે.

-ભુરીયો દ્વારકાવાળો “તોફાની”

Categories: લોકકથાઓ | ટૅગ્સ: | Leave a comment

લોકકથા

એકવાર એક શેહરી દંપતિ તેના એક પુત્ર હારે મેળામા જાય સે.
મેળામા થોડિકવાર ફરે સે
એટલામા ઈમનો દિકરો ખોવાય જાય સે.
બેય પતિ-પત્નિ આમતેમ હોધવા જાય સે.પણ મલતો નથી
બાપ ઈ બાપ અને છેલ્લે મા તો મા જ કેવાય ને ?

ઈ દિકરાની માતાના રોય રોય ને બુરા હાલ થઈજાય સે..
. છેલ્લે પોલીસવાળાને જણાવે સે.

અને પછી… અડધો કલાક પછી ઈમનો દિકરો મલી જાય સે.

દિકરો મલતાની સાથે જ પતિ “એના ગામડાની ટીકીટ કઢાવી લ્યે સે..”
અને બસમા બેહીને ગામ તરફ જાય સે.

પછી પત્નિ પુછે સે ” કેમ તમે ગામડાની ટીકીટ કઢાવી,,આપણી ઘેર નથી જાવ?”

ત્યારે ઈ પતિ જવાબ આપેસે…..

“જો તુ તારા દિકરા વગર અડધો કલાક નો રૈ શકતી હોય,,,

તો ગામડે મારી મા , છેલ્લા ૧૦ વરહથી કેવીરીતે મારા વગર રેતી હૈસે ?”

“મા-બાપના હૈયાને દુભાવનારો કોઈ દી સુખી થાતો નથી”

-તોફાની ભુરીયાની કલમ

Categories: લોકકથાઓ | ટૅગ્સ: | Leave a comment

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: