Posts Tagged With: “જોક્સ”

દિવ્યભાસ્કરનું કૉપી-પેસ્ટ

  • મારા બ્લૉગ પર ૧૧ ડિસેમ્બર ૨૦૦૯ના રોજ  પ્રસિદ્ધ કરવામાં આવેલ જોક્સનું ૧૬ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ સીધૂ જ કોપી પેસ્ટ દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવ્યું છે.

મારા બ્લૉગ પર પ્રસિદ્ધ જોક્સ – મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.

દિવ્યભાસ્કરમાં ક્રેડિટ વગર પ્રસિદ્ધ જોક્સ –  અમદાવાદી ને મળ્યો …. અમદાવાદી

  • Source: Bhaskar Network બતાવામાં આવ્યું છે.તથા જોક્સમાં કાઠિયાવાડી શૈલીમાં લખાણમાં અને જોડણીમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
  • આ દિવ્યભાસ્કરની વેબસાઈટડી  ગુજરાતની નંબર ૧ વેબસાઈટ હોવાનો દાવો કરે છે. છી છી છી છી..

 

મહિતગાર કરવા બદલ વિનયભાઇ ખત્રીનો આભાર.

Advertisements
Categories: કટાક્ષ, કડવો કાઠીયાવાડી, નાની પણ મોટી વાતો | ટૅગ્સ: , , , | 2 ટિપ્પણીઓ

ગર્લ ફ્રેન્ડનો અર્થ ?

હમણા ગામના પાધરે એક ભાભા હારે ભેટો થૈ ગ્યો…

આખા ગામમાં મારુ અંગ્રેજી પાકુ એટલે ભાભાએ મને પૂછ્યુ.

ભૂરીયા ,આ ગર્લ ફ્રેન્ડુનો અરથ હુ થાય હે ?

કા ભાભા ? લે….ગર્લ ફ્રેન્ડ નૈ ,ને સીધુ ગર્લ ફ્રેન્ડુ !!!!!!!! વાહ બાપુ

ઈમા એવ સે ને કે પાધર એક જુવાનિયો ફોનમાં વાતુ કરતો’તો…અને કયુનો અડી પૈડો તો ગર્લ ફ્રેન્ડ,ગર્લ ફ્રેન્ડ………….

બાપુ, જાતી જીંદગીએ ગર્લ ફ્રેન્ડનો અર્થ  અનર્થ થાય…

ખી ખી ખી ખી ખી ખી…

Categories: 'તોફાની' જોક્સ, નાની પણ મોટી વાતો, સ્વરચિત | ટૅગ્સ: , , , , | 5 ટિપ્પણીઓ

એક પારસીનું ભજન(હજન)

નરસિંહ મેહતાને શરાદતી વખતે finance problem નડ્યો જો,
ચેક લખીને મારા પરભુએ એવની  Prestige રાખી જો,
એવી રીતે મારા પરભુજીએ  ભક્તોના દુઃખડા હર્યા જો,

પ્રહલાદજીને એવના પપ્પાએ પર્વત પરથી ફેક્યો જો,
ટ્રીક કરીને મારા પરભુએ એવનો  કૅચ કીધો જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

મીંરાબાઈને એવના ધણીએ Poison Pack દિધો જો,
ટ્રીક કરીને મારા પરભુએ એવનનું સરબત કિધુ જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

કુરુક્ષેત્રમાં Cousin Brotherમાં Solid ઝગડો જામ્યો જો,
એવે વખ્તે મારા પરભુએ ઘોડાગાડીનું Driving કીધુ જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

ભરી સભામાં દુઃશાસને દ્રોપદિના ચિર ખેચ્યા જો,
Wholesaleમાં મારા પરભુએ સાડીઓ  Supply કીધી જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

-જીતુભાઈ દ્વારકાવાળા

Categories: મને ગમતી કવિતા અને ગઝલ, હસતા અક્ષર | ટૅગ્સ: , , | 5 ટિપ્પણીઓ

ભોપો ને ભદો

ભોપો અને ભદો બે નાનકડા ટેણિયાની વાતો

ભોપો : એલા ભદયા ? શું કરવા આઈવો ?

ભદો : આલે પેંડા…!

ભોપો : શેના પેંડા…? તુ પાસ થઈ ગ્યો ?

ભદો  : ના એલા ! મારા પપ્પાએ નવી ગાડી લીધી..!

ભોપો  : લે…વાહ ! કેટલા પૈડા વાળી ?

ભદો  : બે પૈંડાવાળી…!

ભોપો  : લે…અમારી પાસે તો ત્રણ પૈંડાવાળી ગાડી છે..બોલ..!

ભદો  : મારા કાકા પાસે ચાર પૈડાવાળી ગાડી છે બોલ..!

ભોપો  : બસ ચાર પૈંડાવાળી જ..? મારા ફૂવા પાસે છ પૈડાવાળી ગાડી છે

ભદો : છ પૈંડાવાળી..? ઈ વળી કેવી ગાડી ?

ભોપો  : એલા ભદયા ? ખટારાની વાત કરુ છું

ભદો  : તો એમા શું ? મારા મામા પાસે ૧૦૦ પૈંડાવાળી ગાડી છે

ભોપો  : ૧૦૦ પૈંડાવાળી..?

ભદો  : હા. છૂકછૂકગાડી

ભોપો  : તારા મામાનું નામ શું છે ?

ભદો  : લાલુ પ્રસાદ યાદવ

ભોપો  : લે…એની પાસેથી તો મારી માસીએ એક વર્ષ પહેલા ખરીદી લિધી..

ભદો : તારી માસીનું નામ શું ?

ભોપો  : મમતા બેનર્જી

ભોદો  : મારે મામાને મળવુ પડશે..! નફો કરતી’તી તોય  વેંહચી નાખી !તારી માસી નફો કરે છે કે ખોટ ?

Categories: 'તોફાની' જોક્સ, નાની પણ મોટી વાતો | ટૅગ્સ: , , , | 2 ટિપ્પણીઓ

આપડા હાવ દેશી નામ

જે વેહ મા હાવ નબળા ર્યા હોય ને વાહે થી મુળ નામ પડી ગ્યા હોય એવા નામ

કસરો ,ગોબરો ,લઘરો ,ઉકો [ઉકરડો] ઘુસો..ગડબો ,ઓઘડ.જખરો,
એવા નામ જે ‘લેડીસુ’ માય હોય ને “જેન્સ” માય હોય
રાજુ , રામુ , લાભુ , દેવુ , નાથુ , કાંતિ , અમ્રુત , મધુ , કમુ , ધીરુ , ગંગા , જમના . કિરણ ,

ગેલો, ગલબો, ગોકળ, ગોવિંદ, ગોમો, ગિગો, ગોપો, ગિધો, ગગજી, ગોબર, ગોરખ,
કાનજી, મનજી, લવજી, પ્રેમજી, ગગજ, સવજી ,હરજી ,ધનજી, ઓધવજી, રવજી, નાનજી
ભગો, ભીખો, ભચુ, ભીમો, ભાયો, ભુમો, ભાણૉ, ભુચર, ભાવો, ભુદો, ભિમજી, ભાદો,ભુરીયો,ભાણજી,નકો,નાથિયો,ભોજો,
ખીમો , ખોડૉ, ખેમો, ખેંગાર, ખેલજી, ખેતો,
રાઘવ, રવજી ,રામજી ,રામશી, રાજુ ,રાયકો, રમલો, રાયધણ, રેવો
વેલો . વનેચંદ . વાઘજી . વિખો . વસંત , વિરજી . વદૉ . વજેસંગ . વિઠ્ઠલ , વિનો , વિમો , વિભો .
હિમતો. હસુડૉ .હિરો. હાજૉ . હમીરૉ . હરજી. હંસરાજ . હકુડૉ . હેમલો . હિકો . હુદો . હકલો . હેતો .
પાંચો . પુનો . પુંજો . પમલો . પરસોતમ . પ્રેમજી . પેથો . પ્રાગજી . પરભુ . પોખો . પદો . પરમાણંદ . પૉલૉ .પવલો
અમરૉ , અમથો . અરજણ . અરસી , આંબો . આપૉ . અનૂ . અખૉ . અભેરામ . અમલો . આલયો . અમ્રુત .

યે હવે લેડીસુ ના નામુ……હાંભળૉ…!
મોંઘી . મસરી . મણી . મુક્તી . મોખી . મમતા . મીઠી . મુળી . મગુ . મૉતી . મયા . મંજુડી .

જેમુ . જસુ , જમના , જેઠી . જડી . જસૉદા . જલુ . જબુ . જમરી .જસવંતી . જયશ્રી .

જલુડી . જૉણકી . જવલી . જીતુડી . જખી . જીવતી .
[નદિયુ ઉપર્ય થી બાયુ ના નામ]
ગંગા , જમના . ક્રુષ્ણા . કાવેરી . સરસ્વતી . નરમદા. . અંબિકા . બુધેલી . માકળી . સોજત્ય . રૉણકી.

હિમતો કણબીની ઓરકુટ કમ્યુનિટી માથી આ આયા ચોટાયડુ……મારો હારો પાક્કો દેશી

Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: , , | 3 ટિપ્પણીઓ

મોબાઈલવાણી

હમણા હું દવાખાને ગ્યોતો..ઈ દવાખાના આગળ મોટુ પાટ્યુ માયરુ’તુ …”અહીં મોબાઈલની ભાષામાં વાત કરવી”

હું દવાખાનામાં બેઠો તો ,યા એક બટુકભાઈ આયવા..[ બટુકભાઈ અને ડૉક્ટરસાહેબની વાતો ]

બટુકભાઈ : સાહેબ ઝાડા થઈ ગ્યા સે !

ડૉક્ટર : બાયણે પાટ્યુ વાંચ્યુ ‘અહી મોબાઈલવાણીમાં વાત કરવી’

બટુકભાઈ : હવારથી મિસ કોલ આયવા કરે સે..રીંગ ટોન બરોબર વાગતી નથી પણ વાઈબ્રેસન જોરદાર થાઈ સે..હવારથી ઈન-કમિગ બંધ સે પણ આઉટ-ગોઈંગ ચાલુ સે..બેલેન્સ ત્રણેય ટાણા પૂરાવ સુ પણ………………..!

ડોક્ટર : જોવ બટુકભાઈ,તમારી બેટરી ડિસચાર્જ છે.મોબાઈલની સર્કીટ પણ બગડી ગઈ છે ,જે બદલાવી પડશે..બ્લુટુથ કનેક્ટીવિટીનો પણ પ્રોબલેમ લાગે છે…કેટલાક SMS લખી દઉં છું જે ત્રણેય ટાણા સેવ કરતા રેજો..હવાર પડ્યે નેટવર્કમાં આવી જશો..

Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | 1 ટીકા

સેવ-ગાંઠીયા

ઘણા દી પસી આયા સેવ-ગાંઠીયા બનાવા આયવો…

ઈ ય , ગલીપચી કરવા..

હું હમણા મારા મોબાઈલમાં બેઠો બેઠો ભાઈબંધોના મેસેઝ સેવ કરતો’તો,

ત્યારે મારી પત્ની ભૂરી બોઈલી : શું કરો સો ?

ભૂરીયો  : આ મેસેઝ સેવ કરુ છું.

(ઘરમાંથી ભૂરી ચણાનો લોટ લઈને) સેવ કરતા હોય તો થોડા ગાંઠીયા’ય કરી નાખજો  હાયરે…

Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | Leave a comment

મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો. –જોક્સ

હમણા અમદાવાદ મારા મિત્રને ત્યાં ગ્યોતો.
મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.

હોટલમાં બે વિભાગ હતા ૧- એ.સી વાળો વિભાગ અને ૨- નોન એ.સી વાળો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ એ.સી વાળા વિભાગમાં જ જવાયને !

અંદર ગ્યા તો પાછા બે વિભાગ , ૧-મિઠાઈનો વિભાગ અને ૨- ફરસાણનો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ફરસાણ તો દરોજ ખાતા હોય, તો મિઠાઈ વાળા વિભાગમાં જ જવાય ને !

અંદર ગ્યા તો પાછા બે વિભાગ, ૧- શુધ્ધ ઘી અને ૨-વનસ્પતિ ઘી
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ઈ તો શુધ્ધ ઘી ના વિભાગમાં જ જવાય ને !

અંદર ગ્યા તો પાછા બે વિભાગ ૧ -ઉધાર અને ૨- રોકડા
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ઉધારમાં જ જવાય ને !
દરવાજો ખોલી અંદર ગ્યા ,તો સીધા હોટલની બારે…

ત્યારે બારે મોટુ બોર્ડ માર્યુ’તુ ” મહેરબાની કરીને બીજીવાર આવવુ નહી”

Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | 6 ટિપ્પણીઓ

એક સિગારેટનું ધિગાણુ

હમણા હું પાનનાં ગલ્લે ઊભો’તો,ત્યાં છગન આયવો
છગન – ભાઈ એક સિગારેટ આપો તો ?
[ગલ્લાવાળો એક સિગારેટ આપે છે]
છગન – માચીસ તો આપો ?
ગલ્લાવાળો – નથી
છગન – સિગારેટ રાખો છો ,ને માચીસ નથી રાખતા ?
ગલ્લાવાળો – અમે તો જુલાબની ગોળી પણ રાખ્યે છીએ ! [ સમજાય પછી દાંત આવે]
[છગને મારી પાસે માચીસ માંગી]
મે કિધુ – આ સિગારેટ કેટલાની ?
છગન – બે રુપિયાની
મે કિધુ – તો પચાંસ પૈસાની માચીસ નો લેવાય
[છગને બીજા ભાઈ પાસે માગી .બધા પાહેથી આવો જ જવાબ મળ્યો]
[છગને થોડોક મગજ હલાયવો, એક ખુણામાં અંધારા જઈને આમ-તેમ ફાફા મારવા લાગ્યો.એટલામાં ત્યાંથી મગન નિકળે છે]
મગન – કા છગન્યા ? શું શોધે છે ?
છગન – મગ્ના, મારી પચાંસ રુપિયાની નોટ ખોવાય ગઈ
[મગન પાછો મારા જેવો દોઢ ડાહ્યો .એણે માચીસ કાઢીને દિવાસળી સળગાવી.તરત જ છગને એની સિગારેટ , એમાંથી સળગાવી લિધી.]
છગન – એલા મગન્યા ? જાવા દે, નહી મળે ! [ એમ કહીને છગન ત્યાંથી ચાલ્યો ગ્યો, પણ પાછળથી મગને આખી માચીસ ખાલી કરી દિધી]

Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | Leave a comment

અંગ્રેજ પર્યટક

હમણા હું આમારી દ્વારકામાં એક પાનનાં ગલ્લે ઉભો ઉભો છાપુ વાંચતો તો.

ત્યાં એક અંગ્રેજ પર્યટક આયવો.એણે એક મહેસાણા બાજુના એક ભાઈને પુછ્યુ “This is dwarkadhish temple ?”

મહેસાણાવાળા ભાઈએ કિધુ ” હોવ !” ( અંગ્રેજ કાઈ સમજ્યો નહી)

અંગ્રેજે બિજીવાર પુછ્યુ “This is Gomti river ?”

મહેસાણાવાળા ભાઈએ કિધુ ” હોવ !” ( હવે અંગ્રેજ અટવાણો કે ” હોવ !” એટલે શું ?)

(હું તો ત્યાં ઉભો ઉભો બધુય સાંભળતો તો)(મને જોઈને ઈ અંગ્રેજ મારી પાસે આવ્યો )

અંગ્રેજે મને પુછ્યુ – What meaning of ‘હોવ !’ ?

મે જવાબ આપ્યો – ‘હોવ !’ means ‘yes’

અંગ્રેજે મને પુછ્યુ – you are educated ?

મે જવાબ આપ્યો – ‘હોવ !’

(અંગ્રેજે મને દ્વારકા બતાવાનું કહ્યુ.હુ એને દ્વારકાના બજારમાં લઈ ગ્યો)

(આગળ ગ્યા તો એક ફરસાણની દુકાનમાં જલેબી બનાવતા હતા)

અંગ્રેજે મને પુછ્યુ -What is this ?

મે જબાબ આપ્યો – This…?????? ‘This is જલેબી’

અંગ્રેજે મને પુછ્યુ – જલેબી means ( હવે હુ અટવાણો ! જલેબીનું અંગ્રેજી ક્યાથી કાઢવુ)

મે જવાબ આપ્યો – “round ,round, round, round and Stop”, This is જલેબી..

(આગળ ગ્યાતો એક ભાઈ દહિ એક તપેલામાં લઈને બેઠો તો)

અંગ્રેજે મને પુછ્યુ – What is this ?

મે જવાબ આપ્યો – This…???? This is દહિ

અંગ્રેજે મને પુછ્યુ -What meaning of દહિ ?

મે કિધુ – u known milk ?

અંગ્રેજે મને કિધુ – yes, yes

મે આપણી કાઠિયાવાડી ભાષામાં જવાબ આપ્યો – milk મિક્ષિગ છાશ , one night slipping and After morning ફોદા.This is દહી

 

Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | 1 ટીકા

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: