બ્લોગ જગત નહી પણ ટાઈપિંગ જગત…

ગુજરાત સમાચાર

ભારે કરી આ બ્લોગ લખવા વાળાએ.કાઠીયાવાડી હોવાથી થોડો કડવો છુ.આઈજ કાઈક કડવુ લખવાનું મન થ્યુ.કાલે મારા મોટા બા એ આખા કારેલાનું કડવુ શાક બનાવ્યુ ‘તુ એટલે કદાચ આજે કડવુ લખ્યુ સે.

નોંધ-કાઠિયાવાડીમાં લખ્યુ નથી, ગુજરાતી ભાષામાં લખવાનો પ્રયત્ન કર્યો છે.

બ્લોગરો બીજા લેખકોની રચનાઓ ચોપડીમાંથી ઉખાડીન પોતાના બ્લોગમાં ચોંટાડી દયે છે.પછી જ્યારે કોઈ બીજો બ્લોગર તેમના બ્લોગ માંથી રચનાઓ  કોપી કરે છે તો કહે છે “તમે આ રચના મારા બ્લોગમાંથી કોપી કરી,મે આ રચના મારા બ્લોગ પર સૌ પ્રથમ ટાઈપ કરી હતી”

મારે આવા બ્લોગરોને પુછુ છે કે “શું કોઈ ચોપડીમાંથી રચનાઓ ટાઈપ કરીને તમે તમારા બ્લોગમાં ચોંટાડી દિધી એટલે તે રચના તમારી થઈ ગઈ..?”

જે તે ચોપડીના પ્રથમ,બીજા,ત્રીજા કે છેલ્લા પાને  કોપીરાઈટસ્‌ના નિયમો લખ્યા હોય છે.આ ચોપડીનું સંપાદન કરવા માટે જે તે ચોપડીના સંપાદકે જે તે કવિ,લેખક તથા અન્ય રચનાકાર કે કલાકારની અનુમતી લીધેલી હોય છે.

શુ ચોપડીમાંથી નકલ કરીને પોતાના બ્લોગમાં ચોટાડી દેનારા બ્લોગરોએ જે તે કવિ,લેખક તથા અન્ય રચનાકાર કે કલાકારની અનુમતી લીધેલી હોય છે ખરી..?

આ બાજુમાં રાખેલા ગધેડાને પણ સારા કહેવડાવે એવા છે આ બ્લોગરો..

કહે છે કે “ગુજરાતી સાહિત્યમાં રસ છે એટલે ટાઈમ કાઢીને જેમ તેમ કરીને ચોપડીઓ માંથી ટાઈપ કરીને અહી બ્લોગમાં લખુ છુ”.

…….લે…!!!મારે તેમને કહેવુ છે કે “ગુજરાતી સાહિત્યમાં રસ છે એટલે તમે બ્લોગ નથી લખતા પણ બ્લોગ જગતમાં પોતાનું સ્થાન જમાવીને વાહ’વાહી મેળવી છે”

જો ખરેખર ગુજરાતી સાહિત્યને પ્રેમ કરનારો બ્લોગર હશે તો તે પોતાના બ્લોગમાં મળતા અભિપ્રાયોને પેન્ડીગ જ રાખશે અથવા તો અભિપ્રાય આપી જ ન શકાય તેવી ગોઠવણ કરે..ગધેડા જેવા બ્લોગરોની જેમ જગ જાહેર નહી કરે…!અને વાહ’વાહી નહી મેળવે…!

હા,,જો પોતાની સ્વરચિત રચનાઓ  હોય  કે પોતાના  વિચારો કે લેખો  હોય અને તે પોતાન બ્લોગમાં મુકે  તો  વાત અગલ છે…કોપી-પેસ્ટ સામે વાંધો ઉઠાવી શકે..હુંય તેમની પડખે ઉભો  રવ..

પણ આમનું શુ કરવુ જે બ્લોગરો ચોપડીમાંથી નકલ કરીને બ્લોગમાં ચોંટાડી દે છે અને કોપી-પેસ્ટ કરવાની ના પાડીને પોતે વાહ’વાહનો હલવો એકલા એકલા ખાઈ છે…?

આ વાત મારા મગજમાં ત્યારે આવી જ્યારે હું જામનગરથી કંડલા રેલગાડીમાં જાતો’તો.. બન્યુ એવુ કે જામનગરના સ્ટેશન ઉપર કંડલા જાતી ગાડી આવી એટલે એક ભાઈએ ટ્રેનની બારીમાંથી રુમાલ સીટ ઉપર નાખી દિધો અને બેસવાની જગ્યા રોકી લિધી.એટલે તે સીટ તેમની થઈ ગઈ.

જે બ્લોગરો પોતાની રચનાઓ કે વિચારો કે લેખો પોતાના બ્લોગમાં મુકે છે તેમને તો આ તોફાનીના દિલો-જાનથી સલામ છે અને શુભકામનાઓ છે..

“તો શું વિચારો છો હવે..? કોપી-પેસ્ટ કરો.જોઈએ કોણ આંગળી ચિંધે છે.?”


જય દ્વારકાધિશ હારે ક્યો  “જય માતૃભુમિ”

Advertisements
Categories: કટાક્ષ, કડવો કાઠીયાવાડી, નાની પણ મોટી વાતો, સ્વરચિત | ટૅગ્સ: , , | 17 ટિપ્પણીઓ

શ્રી દાદા ભગવાન

1) સામો ગમે તેટલુ દુ:ખ દેતો હોય તોય એને માટે અવળો વિચાર સરખો ના આવે,એ જ એને સુધારવાનો રસ્તો.

2) આ જગતમાં કંઈ પણ કામ કરો છો તેમાં કામની કિંમત નથી પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે.

3) કુસંગનો ચેપ તો ટીબી કરતાંય ખરાબ કહેવાય,ટીબી તો એક જ અવતાર મારે,આ કુસંગ તો અનંત અવતાર બગાડે !

4) પારકાના દોષ દેખાય છે એ આપણી જ દ્રષ્ટિમાં ભૂલ છે.કારણ કે બધા જીવો પોતાના કર્મના આધારે છે,એમાં કોઈનો દોષ હોતો જ નથી

5) ચિંતા અને કકળાટ કરવાં ,એના કરતાં ઉપાય કરવો સારો.

6) સંસાર નથી નડતો, તારી આડાઈઓ અને અજ્ઞાનતા જ નડે છે

7) સામો મીઠું બોલે છે તે પોતાનાં પુણ્યનો ઉદય છે,ને સામો કડવું બોલે છે તે પોતાનાં પાપનો ઉદય છે,આમા સામાનો દોષ નથી.

8 ) જ્યારે તમે પ્રેમ સ્વરૂપ થશો ,ત્યારે લોકો તમારું સાંભળશે.

9) જ્ઞાનીપુરુષ મળે તો મોક્ષ હથેળીમાં છે,ને ના મળે તો કરોડો અવતારેય ઠેકાણું ના પડે.

10) સાચી વાતનું સમાધાન હોય,શંકાનુ સમાધાન ક્યારેય પણ થાય નહીં.

11) દરેક સાથે એડજસ્ટ્મેન્ટ થાય ,એ જ મોટામાં મોટો ધર્મ

12) આપણો ’અહંકાર’ હોય ત્યાં સુધી સામાને દુ:ખ થાય જ.એ ’અહંકાર’ જેમ ઓગળતો જશે તેમ તેમ આપણાથી સામાને દુ:ખ નહીં થાય.

13) ઘરમા શાંતિ બની રહે ,એ જ સાચુ ભણતર.

14)કોઇને કઈ કહીયે અને તેને દુઃખ થાઈ તે બધા જ અપશબ્દ કહેવાય

ત્રિમંદિર ,સીમંધર સીટી,અમદાવાદ-કલોલ હાઈવે,
મુ.પો. :અડાલજ,જી:ગાંધીનગર,ગુજરાત-૩૮૨૪૨૧
ફોન : (૦૭૯)૩૯૮૩૦૧૦૦,૨૩૯૭૪૧૦૦

www.dadabhagwana.in

-આત્મજ્ઞાની શ્રીદાદા ભગવાન

Categories: જ્ઞાનવાણી | ટૅગ્સ: | 1 ટીકા

ધૂળની કથા અને સંત્સંગનો મહિમા

એકવાર એક ફારસી કવિએ કુરાનેશરીફ ઉપર થોડી ધૂળ પડેલી જોઈ.તેણે આ જોઈને ધૂળને પૂછ્યું,”અરે,આ પવિત્ર ધર્મપુસ્તક ઉપર તારા જેવી તુચ્છ અને નકામી ચીજ ક્યાંથી આવીને પડી?”

ત્યાંરે તો ધૂળને એકાએક વાચા ફૂટી.ધૂળ કહે,”બાબા એ તો સત્સંગનો પ્રતાપ છે.પહેલા પવનની સાથે સત્સંગ થયો.પવનને મને એક ફૂલ ઉપર જઈને મૂકી દીધી.પછી એક ભક્તજને આવીને એ ફૂલો ચૂંટી લીધાં અને તેણે આ કુરાન ઓઅર એ ફૂલોને ચડાવ્યા.એટલે ફૂલના સત્સંગને લીધે હું પણ ફૂલોની સાથોસાથ આ જગ્યાએ આવી પડી.”

Categories: નાની પણ મોટી વાતો, લોકકથાઓ | ટૅગ્સ: , , , | Leave a comment

સોનેરી સુવાક્યો

 • ->ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો.
 • ->જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે.
 • ->માન હો કે અપમાન,માને સમાન તે મહાન
 • ->જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો.
 • ->ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે.
 • ->મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા પછી એમના ફોટાને ધૂપ કરે એ સંતાનો કેવા કપૂત કહેવાય !
 • ->તમે સુખ શોધો છો સંપતિમાં અને સામગ્રીમાં,જ્યારે હકીકતમાં સુખ છે સમાધિમાં અને સદ્ગુણોમાં.
 • ->જે ભૂલ કરતા જ નથી એ છે-સર્વજ્ઞ
 • ->જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે-સુજ્ઞ
 • ->જે ભૂલનો બચાવ કરતા નથી એ છે-પ્રજ્ઞ
 • ->જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે-અજ્ઞ

-આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી

Categories: જ્ઞાનવાણી | ટૅગ્સ: | 6 ટિપ્પણીઓ

હોળી રમીએ

શુભકામનાઓ

હાલને સાજન હોળીએ રમીએ,
જીવનને તરબોળી રમીએ…

ફિક્કો ફિક્કો કેસૂડાનો રંગ ન અમને છાંટ,
આંખોની કર પિચકારીને ભરી મૂક બેફાટ,
રિવાજને રગદોળી રમીએ,
હાલને સાજન હોળી રમીએ…

કણસી કણસી કેટલા ફાગણ કોરે કોરા કાઢ્યા,
શમણાઓને વીંખી વીંખી દોરે-દોરા કાઢ્યા,
હવે તો જોબન ઢોળી રમીએ,
હાલને સાજન હોળી રમીએ…

રૂપથી તારા સળગ્યાં મારા સંવેદનાનાં છાણા,
ઠાર મા એને,તાપી લે,સાંપડશે નૈં આ ટાણા,
આગના પ્યાલા ઘોળી રમીએ.
હાલને સાજન હોળી રમીએ…

મેલ બધી મરજાદા,લઈલે હાથમાં મારો હાથ,
રહે ચિરંજીવ તારો-મારો ફાગણિયો સંગાથ,
મારા જગતને ગોળી,રમીએ,
હાલને સાજન હોળી રમીએ…

-સાંઈરામ દવે

Categories: હસતા અક્ષર | ટૅગ્સ: | Leave a comment

એક દિકરીની વેદના

એક દિકરીએ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે,

એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઈ હદયથી રોયા,
હું ધલવલતી કે દિકરો ના બની શકી એ ડામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

તુ’ય કોકની દિકરી યાદ છે,તું’ય કોકની થાપણ !
વાંક શું મારો ?કા આપ્યું આ જનમ ની પેલા ખાપણ,
તું દિકરા માટે ઝંખે,પણ કલંક માં ના નામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

ભૃણની હત્યા નથી માત્ર આ,છે મમતાનું મોત,
તારા એક આ કૃર વિચારે, બુઝી કરૂણા જ્યોત્‌
ઓળખી જાજે આવીશ જલદી ડૉક્ટર થઈને,સામે
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,
આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈન્તેજારી,
હવે તો દિકરો તારો, વૃધ્ધાશ્રમ મોકલે તો જામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

દિકરીને કોઈ જનમ ન દેશે દિકરા કેમ પરણશે ?
બંધ કરો આ પાપ,માફ તો ઈશ્વર પણ ના કરશે ,
‘સાંઈ’ દિકરીનો કાગળ લઈ,ફરતો ગામે ગામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

-શ્રી સાંઈરામ દવે

Categories: કટાક્ષ, મને ગમતી કવિતા અને ગઝલ | ટૅગ્સ: | 2 ટિપ્પણીઓ

પ્રાર્થનાચિઠ્ઠી

(એક શિક્ષકની વેદના…..એક બાળકની કલમે….)

પ્રતિ,

શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)

સ્વર્ગ લોક,નર્કની સામે,

વાદળાની વચ્ચે,

મુ.આકાશ.

પ્રિય મિત્ર ભગવાન,

જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છું’ એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!

પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,આ મને સમજાતુ નથી…!

પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…!આવું કેમ…?

પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!

પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!

પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું  છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?

શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…!ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.

પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ…પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…!

જલ્દી કરજે ભગવાન…સમય બહું ઓછો છે તારી પસે…અને મારી પાસે પણ…!

લી.

એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી

અથવા

ભારતના એક ભાવિ મજૂરના વંદે માતરમ્‌.

( રચયિતા – શ્રી સાંઈરામ દવે )

Categories: કટાક્ષ, નાની પણ મોટી વાતો | ટૅગ્સ: | 1 ટીકા

નકલમાં અકલ નો હોય.

વાત છે, ઘોડા અને ગધેડાની
એક સેઠ પાસે એક ઘોડો અને એક ગધેડો હતો.
સેઠે ઘોડાની પીઠ ઉપર પાંચ મણ મીઠાની ગુણ મુઈકી અને ગધેડાની પીઠ પર બે મણ રુ ની ભારી મુઈકી.
હવે ઘોડો અને ગધેડો બેય હાલતા થ્યા.ઘોડાને પાંચ મણ મીઠાની ગુણનો વજન વધારે લાગતો હતો અને ગધેડો બે મણ રુ ની ભારી લઈને ખુશ થાતો થાતો હાઈલો જાતો’તો.
યા વચ્ચે એક નદી આવી.ઘોડાને વિચાર આવ્યો કે જો હુ અડધો કલાક પાણીમાં બેસી રહુ તો બધુય મીઠુ પાણીમાં ઓગળી જાય અને ભાર ઓછો થઈ જાય.
ઘોડો અડધો કલાક પાણીમાં બેઠો.બધુય મીઠુ પાણીમાં ઓગળી ગ્યુ.હવે ઘોડો નવરો થૈ ગ્યો અને ડોકી હલાવતો- હલાવતો હાલતો થૈ ગ્યો.
આ જોઈન ગધેડોય અડધો કલાક પાણીમાં બેઠો..હવે મજાની વાત’તો ઈ સે કે રુ જેમ પાણીમાં પલળે ઈમ વધારે વજન વાળુ થાય.
ઓલો ગધેડો યાન’યા ધબ થૈ ગ્યો હો !
એટલા હાટુ થૈન કેવાય સે કે ” નકલમાં અકલ નો હોય”

આની આગળનો બ્લોગ શુદ્ધ ગુજરાતીમાં લખ્યો’તો .એથી વડીલ શ્રી વિ.કે.વોરા સાહેબ અને બહેન શ્રી નિમિષા શર્માના આગ્રહથી કાઠિયાવાડી ભાષામાં લખ્યુ સે.

Categories: નાની પણ મોટી વાતો | ટૅગ્સ: | Leave a comment

નાની પણ મોટી વાત

બે મિત્રો હતા . છગન અને મગન
એક વાર બેય મિત્રો ગામના મંદીરે ગયા.
પણ છગન મંદિરની અંદર ન ગયો.
મગને પૂછ્યુ “ કા છગ્ના ? મંદિરમાં નથી આવ ?”
છગન “ મગ્ના ! તુ દર્શન કરીઆવ,મારે ભગવાન પાસેથી કાઇ નથી જોતુ”
મગન મંદિરમાં દર્શન કરવા જાઈ છે અને છગન મંદિરની બાહરના બગીચામાં આટા મારે છે.
મગન ભગવાન’ના દર્શન કરીને બહાર આવે છે અને તેના બુટ પેરવા જાય છે.ત્યાં બુટમાં વિછી તેને કરડી જાય છે.
અને બીજી બાજુ મગને બગીચામાંથી સોનાની ચેન મળે છે.
બન્ને મિત્રો વાતુ કરે છે.

છગન “ મગ્ના ! શું થયુ ભગવાન’ના દર્શન કરીને,છેલ્લે વિછી જ કરડ્યો ને ? આ જો મને બગીચામાંથી પાંચ તોલા સોનાની ચેન મળી ?”

છગન અને મગન સાથે બનેલી આ ઘટના એક સાધુ જુવે છે અને બન્ને મિત્રોની વાતો સાંભળે છે..અને કહે છે “ શું થયુ વત્સ ?”

છગન “ જુવોને મહાત્માં ? મારો મિત્ર ભગવાન’ના દર્શન કરવા ગયો અને તેને વિછી કરડ્યો અને હુ બગીચામાં આટા મારતો હતો ત્યારે મને પાંચ તોલા સોનાની ચેન મળી !”

ઈ સાધુ ધ્યાનમાં બેસીને કહે છે “વત્સ ! જેને આજે વિછી કરડ્યો છે ને ? એને આજે ઝેરીમાં ઝેરી સાંપ કરડવાનો હતો..આજે એનો મૃત્યુયોગ હતો..આજે ઈ ભગવાન’ના દર્શન કરવા ગ્યો એટલે બચી ગ્યો અને તુ જો ભગવાન’ના દર્શન કરવા ગ્યો હોત’ને ? તો તને ખુટે નહી એટલુ ધન મળવાનું હતુ..આજે તારો લક્ષ્મિયોગ હતો.તુ ભગવાન’ના દર્શન કરવા નો ગ્યો એટલે હવે તારે સોનાની ચેનથી ચલાવી લેવુ પડશે.”

Categories: નાની પણ મોટી વાતો, લોકકથાઓ | ટૅગ્સ: , | 1 ટીકા

જુઠાણુ હંમેશા સર્વનાશ નોતરે છે-

એક નાનકડુ ગામ હતુ.તેમાં એક ગોપાલ નામનો ગોવાળીયો રહેતો હતો.તે દરોજ ગામના ઢોરોને ગામ નજીકના જંગલોમાં ચરાવા માટે લઈ જતો હતો.
એકવાર એણે બુમો પાડી કે ” બચાવો ,બચાવો ,વાઘ આવ્યો.મારા ઢોરોને ખાઈ જાશે,બચાવો”

તેની બુમ સાંભળીને ગામના લોકો તેની પાસે દોડી આવ્યા અને પૂછ્યુ ” ક્યાં છે વાઘ ?”

ગોપાલ – વાઘ તો નથી ! હા ,હા ,હા [ હાસ્ય સાથે ગામના લોકોની ઠેકડી ઉડાળે છે]

બે-ત્રણ દિવસો પછી ફરી ગોપાલે બુમો પાડી ” બચાવો ,બચાવો ,વાઘ આવ્યો.મારા ઢોરોને ખાઈ જાશે.બચાવો”

ફરી ગામના લોકો તેની બુમ સાંભળીને ત્યાં પહોચી ગયા અને પૂછ્યુ “ક્યામ છે વાઘ?”
ગોપાલ – વાઘ તો નથી ! હા , હા , હા

ગોપાલનો આ નિત્યક્ર્મ બની ગયો.તે દરોજ બુમો પાડીને ગામ લોકોને બોલાવે અને તેમની ઠેકડી ઊડાળે.

એકવાર જંગલમાં ઢોર ચરાવતા સાચુ’કા વાઘ આવી ગયો.

ગોપાલે બુમો પાડી ” બચાવો, બચાવો.વાઘ આવ્યો,બચાવો”

ગામના લોકોએ નિર્ણય કર્યો કે ” આ ગોપાલ હંમેશા જુઠુ બોલે છે અને ગામના લોકોની ઠેકડી ઉડાળે છે તેથી હવે કોઈએ તેની પાસે જાવ નહી”

ગામનો કોઈ માણસ ત્યાં ન ગયો અને વાઘ ગોપાલ અને તેના બધા જ ઢોરોને ખાઈ ગયો.

નાનકડી કથાનો મોટો બોધ ” જુઠાણુ હંમેશા સર્વનાશ નોતરે છે”

Categories: નાની પણ મોટી વાતો, લોકકથાઓ | ટૅગ્સ: , , , | Leave a comment

Blog at WordPress.com.

%d bloggers like this: