હસતા અક્ષર

ભાવનગરના ભોગીકાકા

ભાવનગરના ભોગીકાકા

વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ
ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ

આજે પહેલી મારું ફોર
કહીને કાકા કાઢે જોર
બેટ ફેરવે ચારે કોર
ભારે ચાલી શોરબકોર
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

ફાસ્ટ બોલથી લાગે કંપ
શ્વાસ તો જાણે ચાલે પંપ
બોલ પડ્યો કે માર્યો જંપ
કાકાએ તો તોડ્યો સ્ટંપ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

હેમુને વાગી હડફેટ
બિલ્લુને જઈ વાગ્યું બેટ
ભોગીકાકા શોધે હેટ
પપ્પુ હસતો પકડી પેટ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

ક્રિકેટ લાગે કડવું ઝેર
એમાં ક્યાં છે લીલા લ્હેર
ક્રિકેટ કરશે કાળો કેર
કહીને કાકા ચાલ્યા ઘેર

– નિર્મિશ ઠાકર

Advertisements
Categories: મને ગમતી કવિતા અને ગઝલ, હસતા અક્ષર | ટૅગ્સ: , | 6 ટિપ્પણીઓ

એક પારસીનું ભજન(હજન)

નરસિંહ મેહતાને શરાદતી વખતે finance problem નડ્યો જો,
ચેક લખીને મારા પરભુએ એવની  Prestige રાખી જો,
એવી રીતે મારા પરભુજીએ  ભક્તોના દુઃખડા હર્યા જો,

પ્રહલાદજીને એવના પપ્પાએ પર્વત પરથી ફેક્યો જો,
ટ્રીક કરીને મારા પરભુએ એવનો  કૅચ કીધો જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

મીંરાબાઈને એવના ધણીએ Poison Pack દિધો જો,
ટ્રીક કરીને મારા પરભુએ એવનનું સરબત કિધુ જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

કુરુક્ષેત્રમાં Cousin Brotherમાં Solid ઝગડો જામ્યો જો,
એવે વખ્તે મારા પરભુએ ઘોડાગાડીનું Driving કીધુ જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

ભરી સભામાં દુઃશાસને દ્રોપદિના ચિર ખેચ્યા જો,
Wholesaleમાં મારા પરભુએ સાડીઓ  Supply કીધી જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

-જીતુભાઈ દ્વારકાવાળા

Categories: મને ગમતી કવિતા અને ગઝલ, હસતા અક્ષર | ટૅગ્સ: , , | 5 ટિપ્પણીઓ

હોળી રમીએ

શુભકામનાઓ

હાલને સાજન હોળીએ રમીએ,
જીવનને તરબોળી રમીએ…

ફિક્કો ફિક્કો કેસૂડાનો રંગ ન અમને છાંટ,
આંખોની કર પિચકારીને ભરી મૂક બેફાટ,
રિવાજને રગદોળી રમીએ,
હાલને સાજન હોળી રમીએ…

કણસી કણસી કેટલા ફાગણ કોરે કોરા કાઢ્યા,
શમણાઓને વીંખી વીંખી દોરે-દોરા કાઢ્યા,
હવે તો જોબન ઢોળી રમીએ,
હાલને સાજન હોળી રમીએ…

રૂપથી તારા સળગ્યાં મારા સંવેદનાનાં છાણા,
ઠાર મા એને,તાપી લે,સાંપડશે નૈં આ ટાણા,
આગના પ્યાલા ઘોળી રમીએ.
હાલને સાજન હોળી રમીએ…

મેલ બધી મરજાદા,લઈલે હાથમાં મારો હાથ,
રહે ચિરંજીવ તારો-મારો ફાગણિયો સંગાથ,
મારા જગતને ગોળી,રમીએ,
હાલને સાજન હોળી રમીએ…

-સાંઈરામ દવે

Categories: હસતા અક્ષર | ટૅગ્સ: | Leave a comment

Blog at WordPress.com.

%d bloggers like this: