ભાવનગરના ભોગીકાકા


ભાવનગરના ભોગીકાકા

વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ
ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ

આજે પહેલી મારું ફોર
કહીને કાકા કાઢે જોર
બેટ ફેરવે ચારે કોર
ભારે ચાલી શોરબકોર
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

ફાસ્ટ બોલથી લાગે કંપ
શ્વાસ તો જાણે ચાલે પંપ
બોલ પડ્યો કે માર્યો જંપ
કાકાએ તો તોડ્યો સ્ટંપ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

હેમુને વાગી હડફેટ
બિલ્લુને જઈ વાગ્યું બેટ
ભોગીકાકા શોધે હેટ
પપ્પુ હસતો પકડી પેટ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

ક્રિકેટ લાગે કડવું ઝેર
એમાં ક્યાં છે લીલા લ્હેર
ક્રિકેટ કરશે કાળો કેર
કહીને કાકા ચાલ્યા ઘેર

– નિર્મિશ ઠાકર

Advertisements
Categories: મને ગમતી કવિતા અને ગઝલ, હસતા અક્ષર | ટૅગ્સ: , | 6 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

6 thoughts on “ભાવનગરના ભોગીકાકા

  1. Very good post…..liked it.

  2. વાહ ભઈ વાહ, આ ક્રિકેટ કઈ ચેનલ પર આવે છે, મારે પણ જોવાની તાલાવેલી જાગી છે, બાકી, ઉત્તમ કવિતા છે હો સાહેબ….

  3. Wah Nimmeshbhai…maja aavi bahu sunder kaavya..laavya !!

  4. nopel

    nice one..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: