મારા ભગવાનનું વિજ્ઞાન આગળ છે..!


ત્રણ ભણેલા વ્યક્તિઓ વાત કરતા હતા અને તેમની વાતો એક અભણ વૃધ્ધ સાંભળતો હતો..

એક ભણેલો : – આ વિજ્ઞાન કેટલુ આગળ વધી ગ્યુ છે.ગુજરાતી ફિલમવાળા લાખો રૂપિયાના ખર્ચે ફિલમ બનાવે છે પણ ત્રણ કલાકમાં આખી સ્ટોરી પૂરી કઈ દયે.
બીજો ભણેલો : – ઈ તો ઠિક પણ આ હિન્દી ફિલમવાળા કરોડો રૂપિયાના ખર્ચે ફિલમ બાનાવે છે પણ અઢી કલાકમાં સ્ટોરી પૂરી કરી દયે..
ત્રીજો ભણેલો : – અને ભાઈ,આ અંગ્રેજી ફિલમવાળા અબજો રૂપિયાના ખર્ચે ફિલમ બનાવે છે અને માત્ર બે કલાકમાં આખી સ્ટોરી પૂરી કરી દયે..વાહ ! શું તરક્કી કરી છે વિજ્ઞાને ?

ત્યાંરે એમની વાતો સાંભળતો ૭૦  વરાહનો અભણ ભાભો બોલ્યો…”તમારા ત્રણેય કરતા મારા ભગવાનનું વિજ્ઞાન આગળ છે.”

ત્રણેય એક હારે બોલ્યા – તારા ભગવાનનું વિજ્ઞાન કઈ રીતે આગળ છે ?

અભણ ભાભો – માણસ ૬૦ વરહ જીવે કે ૭૦ વરહ જીવે..પણ જીવનની છેલ્લી એક જ મિનિટમાં આખી જ ફિલમ બતાવી દયે….કોની બારીમાં ઘા કર્યા ? કોની ગદબ ચોરી કરી ?
કહેવાય છે કે જીવનની છેલ્લી ઘડીએ માણસ બોલતો નથી…તે છેલ્લી ઘડીમાં માણસ ભગવાને બનાવેલી ફિલમ જોતો હોય છે… એટલે કાઈ બોલતો નથી

-ભિખુદાન ગઢવી

Advertisements
Categories: કટાક્ષ, કડવો કાઠીયાવાડી, નાની પણ મોટી વાતો | ટૅગ્સ: , , | 2 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

2 thoughts on “મારા ભગવાનનું વિજ્ઞાન આગળ છે..!

  1. રંગ છે હો ભાઈ ટાપુડા જી, યે….ઘણ્યુ જીવો, હો વરહ ના થાવ અને આવી સરસ મઝાની વાત્યુ લખતા રયો…….!!

  2. પિંગબેક: મારા ભગવાનનું વિજ્ઞાન આગળ છે..! (via અલ્યા ભૈ,આ ગુજરાત છે !) « યશ ની ગુજ્જુ દુનિયા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: