બ્લોગ જગત નહી પણ ટાઈપિંગ જગત…


ગુજરાત સમાચાર

ભારે કરી આ બ્લોગ લખવા વાળાએ.કાઠીયાવાડી હોવાથી થોડો કડવો છુ.આઈજ કાઈક કડવુ લખવાનું મન થ્યુ.કાલે મારા મોટા બા એ આખા કારેલાનું કડવુ શાક બનાવ્યુ ‘તુ એટલે કદાચ આજે કડવુ લખ્યુ સે.

નોંધ-કાઠિયાવાડીમાં લખ્યુ નથી, ગુજરાતી ભાષામાં લખવાનો પ્રયત્ન કર્યો છે.

બ્લોગરો બીજા લેખકોની રચનાઓ ચોપડીમાંથી ઉખાડીન પોતાના બ્લોગમાં ચોંટાડી દયે છે.પછી જ્યારે કોઈ બીજો બ્લોગર તેમના બ્લોગ માંથી રચનાઓ  કોપી કરે છે તો કહે છે “તમે આ રચના મારા બ્લોગમાંથી કોપી કરી,મે આ રચના મારા બ્લોગ પર સૌ પ્રથમ ટાઈપ કરી હતી”

મારે આવા બ્લોગરોને પુછુ છે કે “શું કોઈ ચોપડીમાંથી રચનાઓ ટાઈપ કરીને તમે તમારા બ્લોગમાં ચોંટાડી દિધી એટલે તે રચના તમારી થઈ ગઈ..?”

જે તે ચોપડીના પ્રથમ,બીજા,ત્રીજા કે છેલ્લા પાને  કોપીરાઈટસ્‌ના નિયમો લખ્યા હોય છે.આ ચોપડીનું સંપાદન કરવા માટે જે તે ચોપડીના સંપાદકે જે તે કવિ,લેખક તથા અન્ય રચનાકાર કે કલાકારની અનુમતી લીધેલી હોય છે.

શુ ચોપડીમાંથી નકલ કરીને પોતાના બ્લોગમાં ચોટાડી દેનારા બ્લોગરોએ જે તે કવિ,લેખક તથા અન્ય રચનાકાર કે કલાકારની અનુમતી લીધેલી હોય છે ખરી..?

આ બાજુમાં રાખેલા ગધેડાને પણ સારા કહેવડાવે એવા છે આ બ્લોગરો..

કહે છે કે “ગુજરાતી સાહિત્યમાં રસ છે એટલે ટાઈમ કાઢીને જેમ તેમ કરીને ચોપડીઓ માંથી ટાઈપ કરીને અહી બ્લોગમાં લખુ છુ”.

…….લે…!!!મારે તેમને કહેવુ છે કે “ગુજરાતી સાહિત્યમાં રસ છે એટલે તમે બ્લોગ નથી લખતા પણ બ્લોગ જગતમાં પોતાનું સ્થાન જમાવીને વાહ’વાહી મેળવી છે”

જો ખરેખર ગુજરાતી સાહિત્યને પ્રેમ કરનારો બ્લોગર હશે તો તે પોતાના બ્લોગમાં મળતા અભિપ્રાયોને પેન્ડીગ જ રાખશે અથવા તો અભિપ્રાય આપી જ ન શકાય તેવી ગોઠવણ કરે..ગધેડા જેવા બ્લોગરોની જેમ જગ જાહેર નહી કરે…!અને વાહ’વાહી નહી મેળવે…!

હા,,જો પોતાની સ્વરચિત રચનાઓ  હોય  કે પોતાના  વિચારો કે લેખો  હોય અને તે પોતાન બ્લોગમાં મુકે  તો  વાત અગલ છે…કોપી-પેસ્ટ સામે વાંધો ઉઠાવી શકે..હુંય તેમની પડખે ઉભો  રવ..

પણ આમનું શુ કરવુ જે બ્લોગરો ચોપડીમાંથી નકલ કરીને બ્લોગમાં ચોંટાડી દે છે અને કોપી-પેસ્ટ કરવાની ના પાડીને પોતે વાહ’વાહનો હલવો એકલા એકલા ખાઈ છે…?

આ વાત મારા મગજમાં ત્યારે આવી જ્યારે હું જામનગરથી કંડલા રેલગાડીમાં જાતો’તો.. બન્યુ એવુ કે જામનગરના સ્ટેશન ઉપર કંડલા જાતી ગાડી આવી એટલે એક ભાઈએ ટ્રેનની બારીમાંથી રુમાલ સીટ ઉપર નાખી દિધો અને બેસવાની જગ્યા રોકી લિધી.એટલે તે સીટ તેમની થઈ ગઈ.

જે બ્લોગરો પોતાની રચનાઓ કે વિચારો કે લેખો પોતાના બ્લોગમાં મુકે છે તેમને તો આ તોફાનીના દિલો-જાનથી સલામ છે અને શુભકામનાઓ છે..

“તો શું વિચારો છો હવે..? કોપી-પેસ્ટ કરો.જોઈએ કોણ આંગળી ચિંધે છે.?”


જય દ્વારકાધિશ હારે ક્યો  “જય માતૃભુમિ”

Categories: કટાક્ષ, કડવો કાઠીયાવાડી, નાની પણ મોટી વાતો, સ્વરચિત | ટૅગ્સ: , , | 17 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

17 thoughts on “બ્લોગ જગત નહી પણ ટાઈપિંગ જગત…

  1. saav sachi vaat
    hu aa lekhane http://www.netjagat.wordpress.com upar muku Chu
    bloger achar sanhitaa bahu saras reete kahi
    aa jagruti khuba ja jaruri chhe.
    kadavu osad to maa pay te dhaare aa kaDavee vaatne so so salam

  2. પિંગબેક: આચાર સંહિતા-બ્લોગરો માટેનાં કાયદા જાણો અને તેનાથી ડરો. « ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી ક

  3. સાચી વાત લખી, ટાઈપ કરનારની રચના થઈ જતી નથી.

    લેખક/કવિની પરવાનગી વગર ક્યાંય પણ (બ્લોગ સુદ્ધાં) પ્રસિદ્ધ કરવામાં આવે તો તે કૉપીરાઈટનો ભંગ જ ગણાય.

    રચના ટાઈપ કરીને ચડાવનારને ગધેડા સાથે સરખાવ્યા તો જે ટાઈપ પણ કરતા નથી અને પોતાના બ્લોગ પર ચડાવીને વાહ વાહનો હલવો(!) ખાય છે તેને શું કહેશો?

    પ્રતિભાવ બાબત એટલું જ કહીશ કે પ્રતિભાવ ભેગા કરવામાં વાંધો નહીં પણ તે રચનાકાર સુધી પહોંચાડવા જોઈએ, કારણ કે પ્રતિભાવના ખરા હક્કદાર રચનાકાર છે.

  4. વાહ તો નિક્ળી જ જાય કેમ કે સાવ સાચુ તમે બેધદક બેશર્મ નિખાલસતાથી ખી દીધું તે ભલે ગુજરાતી કે શુધ્ધ કાઠિયાવાડી હોય ..મૂલ મુદ્દદાની વાત સો ટચના સોનાનૉ વાત..મને આ વાતે ક્રુપા છે કાવ્ય સર્જાય ગીત ગવાય, ચિત્રકામ ફાવે ને ફોટાય પાડું આટલું મળ્યા પછી તો હું મારી ખુશી મનમાં ન રહે તો વહેંચી દવ સારું માધ્ય્મ છે વિના સ્ટેમ્પે સિધું પુગી જાય ભૂરીયા દ્વારકાવાલાના તોફાની ગધેડાના બ્લોગવાળા ચિતરની માલીપા…સુંદર બ્લોગ..પધારજૉ..ત્યારે રામ રામ..

  5. બોસ તમે કડવુ નથી લખ્યુ પણ સાચુ લખ્યુ છે.તમારી આ પોસ્ટ વાંચીને ગધેડા જેવા બ્લોગરો લાલચોળ થઈ જાશે..

  6. gujaratikavitaanegazal

    ખુબજ સાચી વાત કહી છે અને આ વાત દરેક બ્લોગ લખતા બ્લોગરો ખાસ સમજવાની જરૂર છે

  7. sarthak

    આપ પન ધન્યવાદ ને પાત્ર છો દોસ્ત તમે પન જે ઉદાહરન આપયુ છે તે ખરેખર જ તદન સચુજ છે પહેલા નિ એક કહેવત છે કે તમારા હાથ મથિ કોય કય લય શકે પ્રરબ્ધ મથિ નહિ પન આ જગત મતો બધુ થય શકે છે અને હુ આભાર માનુ છુ આપ નો કે આપે અમારા જેવા નવા ને શિખવ્યુ કે આવુ પન થાય છે આ એવિ દુનિયા છે માટે જે બ્લોગ મ વાચ્યુ તેનિ રચના છે એવુ સમજ્વનિ ભુલ ના કરે

  8. આ વાક્ય ગુજરાતી નિંગ ગ્રૂપમાં મૂક્યું છે અહીં કેમ નથી?
    “તો શું વિચારો છો હવે..? કોપી-પેસ્ટ કરો.જોઈએ કોણ આંગળી ચિંધે છે.?”
    સ્પષ્ટતા કરશો. એક વાક્યથી આખો ભાવ બદલાઈ જાય છે.

  9. આપનાં બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા ગુજરાતી બ્લોગ એગ્રીગેટર અને ગુજરાતી બ્લોગ્પીડિયા ટુલબાર સાથે જોડવામાં આવેલ છે.આપ મુલાકાત લેશો.
    http://rupen007.feedcluster.com/
    http://gujaratiblogpedia.ourtoolbar.com/

  10. તમે ત્રણ બ્લોગ એગ્રીગેટર ના મેમ્બર ના સિમ્બોલ મુક્યા જોઈ હસું આવે છે અને મારી એક પોસ્ટમાં તમારો આ વિષય પર જ ઉલ્લેખ કર્યો છે આપ મુલાકાત લેશો...ચોતરો

  11. પરેશ મહેતા

    wbtacker320 નાન્યતર જાતીનો છે. કાયરોની સામે પડાય?

  12. હું તો ભાઈ મારી જ મૌલિક વાર્તાઓ મારા બ્લોગ પર પ્રકાશિત કરું અને એને સમરસિયાઓની સાથે વહેંચવાનો આનંદ લઉં.
    આપણે તો એવું માનીએ કે,
    આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી( આ મારૂં નથી લખેલું, પણ મને દિશા સુચવનારું છે)

Leave a reply to sarthak જવાબ રદ કરો

Create a free website or blog at WordPress.com.