મા-બાપરુપી ભગવાન


એકવાર એક દંપતિ એમના એકના એક પુત્ર હારે સોમનાથના મેળામા જાય સે.

યા એક રમકડાની દુકાન આવે સે.યા ઈ બાળક રમકડાનુ એક “ઘર જુવે સે “

મેળામા હાલતા હાલતા પુત્ર એના મા-બાપને કહે સે “બાપુ મને આ બંગલો લઈ દયોને ?”

એના બાપુ ક્યે સે “દિકરા આગળ જઈને લઈ દઈશ,હજી તો મહાદેવના દર્શન બાકી સે “

થોડાક આગળ હાલે સે ,યા બાળક “ફુગ્ગો” જુવે સે .

અને એના બાપુને કહે સે “બાપુ મને આ ફુગ્ગો લઈ દયોને ?”

એના બાપુ ક્યે સે “દિકરા આગળ જઈને લઈ દઈશ,હજી તો મહાદેવના દર્શન બાકી સે “

થોડાક આગળ હાલે સે ,યા બાળક “મોટર ગાડી” જુવે સે .

અને એના બાપુને કહે સે “બાપુ મને આ મોટરગાડી લઈ દયોને ?”

એના બાપુ ક્યે સે “દિકરા આગળ જઈને લઈ દઈશ,હજી તો મહાદેવના દર્શન બાકી સે “

થોડાક આગળ હાલે સે ,યા બાળક “એક સરસ મજાની “ઢીંગલી” જુવે સે

અને એના બાપુને કહે સે “બાપુ મને આ ઢીંગલી લઈ દયોને ?”

એના બાપુ ક્યે સે “દિકરા આગળ જઈને લઈ દઈશ,હજી તો મહાદેવના દર્શન બાકી સે “

આવિજ રીતે કાઈ ના લઈ દેતા દિકરો માતા પિતાનો હાથ છોડાવિને હાલ્યો જાય સે..

અને મેળામા ખોવાય જાય સે..

બેય દંપતિ એને હોધવા જાય સે.આમ-તેમ ફાફા મારે સે. પન મલતો નથી.

ઈ બાળક પન રોવા લાગે સે ,બાળકને એમનો પડોશી મલે સે ..

ઈ પડોશી બાળકને રોતો જોઈને ક્યે સે.”હાલ તને બંગલો લઈ દઉ “..છાનો રૈ જા..

બાળક કહે સે “ મને બંગલો નથી જોતો, મને મારા મા-બાપ જોઈ સે,મને મારા મા-બાપ પાહે લઈ જાવ “

થોડાક આગળ હાલતા પડોશી ક્યે સે “હાલ તને ફુગ્ગો લઈ દઉ “

બાળક કહે સે “ મને ફુગ્ગો નથી જોતો, મને મારા મા-બાપ જોઈ સે, મને મારા મા-બાપ પાહે લઈ જાવ “

થોડાક આગળ હાલતા પડોશી ક્યે સે “હાલ તને મોટર ગાડી લઈ દઉ “

બાળક કહે સે “ મને મોટર ગાડી નથી જોતી, મને મારા મા-બાપ જોઈ સે, મને મારા મા-બાપ પાહે લઈ જાવ “

થોડાક આગળ હાલતા પડોશી ક્યે સે “હાલ તને ઢીંગલી લઈ દઉ “

બાળક કહે સે “ મને ઢીંગલી નથી જોતી, મને મારા મા-બાપ જોઈ સે,મને મારા મા-બાપ પાહે લઈ જાવ “

જેદી દિકરો એના “મા-બાપરુપી ભગવાન ઓળખી જાયને ?” તેદી “બંગલો ,મોટરગાડી ,ફુગ્ગો એટલે પૈસા,અને ઢીંગલી એટલે સ્ત્રી “….સંસારની આ બધીય વસ્તુ તુચ્છ લાગે સે.

“મા-બાપના હૈયાને દુભાવનારો કોઈ દિ સુખી થાતો નથી “

-તોફાની ભુરીયાની કલમ

Categories: લોકકથાઓ | ટૅગ્સ: | Leave a comment

પોસ્ટ સંશોધક

Leave a comment

Blog at WordPress.com.