ધર્મોના ભેદભાવ પર મુસ્તાક ના રહો,
સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી,
દાણાની સંગે દોરી નું હોવું છે ફરજીયાત,
તસ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી.
કોઈ કાબા હો કે મંદિર,ભેદ છે સ્થાપત્ય નો,
પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે.
કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે,
અમોને સંકુચિત દ્રષ્ટી તણો ઉત્પાત ખટકે છે.
નથીએ ધર્મના, ટીલા કલંકો છે મનુષ્યોના
વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે,
વિવિધ ફુલો છતાં, હોતો નથી કંઈ ભેદ ઉપવન માં,
ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!!!!!
-શૂન્ય પાલનપુરી (ફેસબુક મેસેજ)
ફક્ત એક માનવી ને માનવીની જાત ખટકે છે.!!
gamyu…
કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ?
અમોને દમ વિનાને ‘શૂન્ય’ એ સોગાત ખટકે છે!
શૂન્ય પાલનપુરીની રચના. આખી રચના વાંચવા માટે અહિં ક્લિક કરો.
આભર વિનયભાઈ.
આપનું સંશોધન અદભુત છે.
વફા
વાહ!
વિવિધ ફુલો છતાં, હોતો નથી કંઈ ભેદ ઉપવન માં,
ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!!!!!
ખરેખર માન્વી જેવું વિચિત્ર પ્રાણી આ જગતમાં કોઇ નથી
વિવિધ ફુલો છતાં, હોતો નથી કંઈ ભેદ ઉપવન માં,
ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!!!!!
Very nice poem..Superb mesaage !!