ભોપો અને ભદો બે નાનકડા ટેણિયાની વાતો
ભોપો : એલા ભદયા ? શું કરવા આઈવો ?
ભદો : આલે પેંડા…!
ભોપો : શેના પેંડા…? તુ પાસ થઈ ગ્યો ?
ભદો : ના એલા ! મારા પપ્પાએ નવી ગાડી લીધી..!
ભોપો : લે…વાહ ! કેટલા પૈડા વાળી ?
ભદો : બે પૈંડાવાળી…!
ભોપો : લે…અમારી પાસે તો ત્રણ પૈંડાવાળી ગાડી છે..બોલ..!
ભદો : મારા કાકા પાસે ચાર પૈડાવાળી ગાડી છે બોલ..!
ભોપો : બસ ચાર પૈંડાવાળી જ..? મારા ફૂવા પાસે છ પૈડાવાળી ગાડી છે
ભદો : છ પૈંડાવાળી..? ઈ વળી કેવી ગાડી ?
ભોપો : એલા ભદયા ? ખટારાની વાત કરુ છું
ભદો : તો એમા શું ? મારા મામા પાસે ૧૦૦ પૈંડાવાળી ગાડી છે
ભોપો : ૧૦૦ પૈંડાવાળી..?
ભદો : હા. છૂકછૂકગાડી
ભોપો : તારા મામાનું નામ શું છે ?
ભદો : લાલુ પ્રસાદ યાદવ
ભોપો : લે…એની પાસેથી તો મારી માસીએ એક વર્ષ પહેલા ખરીદી લિધી..
ભદો : તારી માસીનું નામ શું ?
ભોપો : મમતા બેનર્જી
ભોદો : મારે મામાને મળવુ પડશે..! નફો કરતી’તી તોય વેંહચી નાખી !તારી માસી નફો કરે છે કે ખોટ ?
Good political humour
Saras Khub J Gamyu.