
એક દિકરીએ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે,
એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઈ હદયથી રોયા,
હું ધલવલતી કે દિકરો ના બની શકી એ ડામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…
તુ’ય કોકની દિકરી યાદ છે,તું’ય કોકની થાપણ !
વાંક શું મારો ?કા આપ્યું આ જનમ ની પેલા ખાપણ,
તું દિકરા માટે ઝંખે,પણ કલંક માં ના નામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…
ભૃણની હત્યા નથી માત્ર આ,છે મમતાનું મોત,
તારા એક આ કૃર વિચારે, બુઝી કરૂણા જ્યોત્
ઓળખી જાજે આવીશ જલદી ડૉક્ટર થઈને,સામે
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…
હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,
આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈન્તેજારી,
હવે તો દિકરો તારો, વૃધ્ધાશ્રમ મોકલે તો જામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…
દિકરીને કોઈ જનમ ન દેશે દિકરા કેમ પરણશે ?
બંધ કરો આ પાપ,માફ તો ઈશ્વર પણ ના કરશે ,
‘સાંઈ’ દિકરીનો કાગળ લઈ,ફરતો ગામે ગામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…
-શ્રી સાંઈરામ દવે
હ્રદયાસ્પર્શી રચના….
પરંતુ…
હવે તો દિકરો તારો, વૃધ્ધાશ્રમ મોકલે તો જામે,
આ ભાવના ન ગમી. ઘણીવાર..મોટે ભાગે માતા મજબૂર બની જતી હોય છે. સંજોગોને લીધે….
એની વે..અભિનંદન…
દીકરી મારી દોસ્ત ” પુસ્તકમાં આ વાત અનેકવાર મેં કહી છે.
paramujas.wordpress.com
ખુબ જ વ્યથા થાય તેવી કરૂણ રચના
બીજુ આગળ કંઈ લખી જ ન શકાય