Monthly Archives: November 2009
પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા સાંભળવા જોડીયા ગ્યો તો ,ત્યારે બાપુએ એક ખુબ જ સારી વાત કહી હતી.
હુ હમણા ૨૭ નવેમ્બરના રોજ પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા સાંભળવા જોડીયા ગ્યો તો ,ત્યારે બાપુએ એક ખુબ જ સારી વાત કહી હતી. એક ભાઈએ પૂજ્ય બાપુને એક સવાલ પુછ્યો કે ” ભરત જ્યારે રામને વન માંથી પાછા લેવા પોતાની સેના સાથે ચિત્રકુટ જાય છે ત્યારે ભરતને ઘણી વિઘ્નોનો સામનો કરવો પડે છે. ભરતને સૌ [...]
દિકરી વહાલનો દરીયો
એકવાર એક ઘણા બધા લોકો પ્રવાસે જાય છે. દરીયામાં એક વહાણમાં બેહીને ૨૫ જેટલા લોકો દરીયો ખેડે છે વહાણ મધ દરીયે પહોચી જાય છે અને અચાનક જ દરીયો તોફાની થાઇ છે આખુ વહાણ હાલક-ડોલક થાય છે હન્ધાયનાં જીવ અધર થઈ જાય છે હન્ધાય પોત-પોતાન ભગવાનને યાદ કરે છે મુસલમાન તેના અલ્લાહને,હિન્દુ રામને શિખ વાહે ગુરુજીને,જૈન [...]
‘ભુરીયાની કલ્પના છે આ’
ભુરીયાની ‘કલ્પના’ માત્ર છે આ,વધારે સમજતા નહી ? રીયા નથી એનુ નામ,બસ મારી ‘કલ્પના’ છે આ, યાર કોડિયા જેટલુ હૈયુ હતુ મારુ , તોય તેમા જગ્યા માંગતી ગઈ, નીશાના અંધકારમાં એક સ્વપ્નુ દેખાળતી ગઈ મારી ‘કલ્પના’ કલ્પના, બસ આવી અને મારા મનરૂપી મોરલાને રમાડી ગઈ, (અ)લ્પ બાકી હતુ કોડીયા જેટલુ હૈયુ ,વિરહની વેદનાથી ભરાઈ જવામાં, [...]
ગુજરાતી બોલવુ એ તો ‘ધર્મ’ છે.
ગુજરાતી બોલવુ એ તો ‘ધર્મ’ છે.તે માતૃભાષા છે હિન્દી બોલવુ તે ‘અર્થ’ છે.તે આપણી રાષ્ટ્રીય ભાષા છે અંગ્રેજી બોલવુ તે ‘કામ’ છે.કામ પુરતુ બોલવુ. અને સંસ્કૃત બોલવુ એ ,મારા અને તમારા માટે તો ‘મોક્ષ’ છે , સંસ્કૃત ભાષા એટલી શક્તિ છે બાપ..
અંગ્રેજ પર્યટક
હમણા હું આમારી દ્વારકામાં એક પાનનાં ગલ્લે ઉભો ઉભો છાપુ વાંચતો તો. ત્યાં એક અંગ્રેજ પર્યટક આયવો.એણે એક મહેસાણા બાજુના એક ભાઈને પુછ્યુ “This is dwarkadhish temple ?” મહેસાણાવાળા ભાઈએ કિધુ ” હોવ !” ( અંગ્રેજ કાઈ સમજ્યો નહી) અંગ્રેજે બિજીવાર પુછ્યુ “This is Gomti river ?” મહેસાણાવાળા ભાઈએ કિધુ ” હોવ !” ( હવે [...]
છગન અને મગન ૫૦ રૂપિયાની નોટ છાપવા બેઠા.
હમણા છગન અને મગન ૫૦ રૂપિયાની નોટ છાપવા બેઠા. કાઈક ખામીને લિધે નોટ ૫૦ રૂપિયાને બદલે ૩૦ રૂપિયાની છપાય ગઈ. છગન અને મગન બન્ને વિચાર કરે કે હવે શું કરવુ ? બન્નેએ વિચાર કર્યો કે ગામડામાં કોઈને ખબર નહી પડે અને ૩૦ રૂપિયાની નોટ ત્યાં હાલી જાશે. છગન એન મગન બેય ગાંમડાની એક દુકાને ગયા. [...]
ગુજરાતી ભાષાના વિવિધ સ્વરૂપ
ગુજરાતી ભાષાનું કુળ ભારતીય-આર્ય ભાષા છે.ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ઈ.સ. ૧૦૦ સુધીમાં વેદકાલીન કથ્ય ભાષામાંથી પ્રાચીન પાલિ,અર્ધમાગધી અને અશોકના શિલાલેખોની ભાષા ઉદભવી.ઈ.સ. ૨૦૦ થી ૬૦૦ સુધીમાં શૌરસેની જેવી પ્રાકૃતો પ્રાકૃતિક વિશિષ્ટતાઓને લીધે ઉદભવી.શૌરસેની પ્રાકૃતમાંથી શૌરસેની અપભ્રંશ અને પશ્ચિમી અપભ્રંશ સ્વરૂપે પરિવર્તન પામેલી ભાષા મથુરાથી દ્વારકા સુધીના પ્રદેશમાં ઈ.સ.૧૦૦ થી ૧૨૦૦ સુધી ચલણમાં હતી.વ્યાકરણ ‘સિદ્ધહૈમ’ના [...]
હમણા હુ દવાખાને ગ્યો તો !
હમણા હુ દવાખાને ગ્યો તો.ત્યા એક ૬૫ વરહના કાકા અને કાકી આઈવા.કાકી બિમાર હતા ઈ કાકા અને કાકિ નૉ વારો આઈવો એટલે ઈ ડૉક્ટર સાહેબ પાસે ગ્યા. ડોક્ટર – શું થાય છે ? કાકા – મારી ઘરવાળી થાય સે ! ડોક્ટર -અરે ,કાકી ને શું થાય છે ? કાકા – તો એને પુછોને ? મને [...]
ભગવાન પણ કોઈને એક નથી કરી શક્તો
એક ગામ હતુ.જ્યા બધી જ જાતી અને ધર્મના લોકો રેહતા હતા. દુઃખની વાત ઈ હતી કે ગામના લોકોમાં એકતા નોતી. એકવાર પંચાયત બોલાવામાં આવી.ગામનું ૩૦૦૦ જેટલુ જન શમુદાય ત્યા હાજર હતુ. ગામની એકતા માટૅ વિચારો શરુ થયા. ગામનાં ચોકમાં એક નાનકડુ મંદિર બનાવાની વિચારણા કરાઈ. પણ બીજા ધર્મના લોકો ત્યા નો આવે. મુસ્લિમ સમુદાયે [...]
એક નાનકડી કથા
એક નાનકડુ ગામ હતુ ઈમા એક મોહનભાઈ રેતો તો,એકવાર ઈમના ઘેર ચોરી થઈ ગઈ. ઈમના ઘરમાં કાઈ જ નો રયુ. એટલામાં એક સાધુ ગામનાં પાધરેથી પસાર થાતો હતો. મોહનભાઈ એ સાધુ જોઈને કિધુ “હે મહાત્મા,હુ કંગાળ થઈ ગ્યો.મારી પાસે કાઈજ નો રયુ.હુ શુ કરુ “ સાધુ કહે “ઈમ કાઈ નો રયુ ?” મોહનભાઈ “હા,મહાત્મા [...]
અભિપ્રાય